IND vs SL:ફીકો પડ્યો ગુવાહાટી મેચનો રંગ, સ્ટેડિયમમાં નહીં જોવા મળે ‘ફોર-સિક્સર’

News18 Gujarati
Updated: January 4, 2020, 3:37 PM IST
IND vs SL:ફીકો પડ્યો ગુવાહાટી મેચનો રંગ, સ્ટેડિયમમાં નહીં જોવા મળે ‘ફોર-સિક્સર’
રવિવારે ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે

રવિવારે ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે

  • Share this:
ગુવાહાટી : સ્ટેડિયમ દર્શકોના બેનર, પોસ્ટર્સ અને મેસેજથી રંગબેરંગી જોવા મળે છે. જોકે રવિવારે ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka)વચ્ચે રમાનાર ટી-20 શ્રેણીની પ્રથમ ટી-20 મેચ ફીફી જોવા મળશે. કારણ કે આ મેચમાં દર્શકો પોસ્ટર્સ, બેનર અને મેસેજ બોર્ડ સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશે નહીં.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આસમ ક્રિકેટ એસોસિયેશન ( Assam Cricket Association )ના સચિવ દેવાજીતે કહ્યું છે કે ફોર અને સિક્સર વાળા બેનર પણ દર્શક અંદર લઈ જઈ શકશે નહીં. માર્કર પેન પણ અંદર લઈ જવાની મંજૂરી નથી. સ્ટેડિયમની અંદર પુરુષો ફક્ત પર્સ જ્યારે મહિલાને હેન્ડબેગ, મોબાઇલ ફોન અને ગાડીની ચાવી લઈ જવાની મંજૂરી છે.

આ પણ વાંચો - રણજી ટ્રોફીના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ, આઉટ છતા શુભમને મેદાન ના છોડ્યું

ફોર અને સિક્સર વાળા બેનર પણ દર્શક અંદર લઈ જઈ શકશે નહીં


નાગરિકતા સંશોધન બિલ સાથે લેવા દેવા નથી
એસોસિયેશનના સચિવે કહ્યું હતું કે આ નિર્દેશ નાગરિકતા સંશોધન બિલ ( Citizenship Amendment Act)પર થઈ રહેલા વિરોધ પ્રદર્શન સાથે કોઈ લેવા દેવા નથી. જે કારણે રાજ્યમાં કર્ફ્યુ લાગેલો હતો અને ઇન્ટરનેટ પણ બંધ રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ફક્ત આસામના લોકો જ નહીં દરેક ચિંતિત છે. આ ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે અને સુરક્ષાને વધારવામાં આવશે. તેમણે પોતાના નિવેદનને મજબૂતી આપવા માટે 2017માં ટી-20 મેચ પછી ઓસ્ટ્રેલિયા ટીમની બસ પર થયેલા પત્થરમારાની ચર્ચા કરી હતી. જેમાં બસના કાચ તુટી ગયા હતા.
First published: January 4, 2020, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading