Home /News /sport /

India Vs Sri Lanka ODI Series: શ્રીલંકામાં સફળતાના 'શિખર' સર કરશે IPLના સિતારા!

India Vs Sri Lanka ODI Series: શ્રીલંકામાં સફળતાના 'શિખર' સર કરશે IPLના સિતારા!

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે પહેલી મેચ રમાશે. (તસવીર- Shikhar Dhawan/Twitter)

આજથી ટીમ ઈન્ડિયાના નવા નિશાળીયાઓ મેદાને, 23 વર્ષ બાદ ભારતે એક સાથે બે અલગ-અલગ ટીમ ઉતારી

  શૈલેષ મકવાણા, અમદાવાદ. ઘણા વર્ષો પછી એવું બનશે કે કોઈ એક દેશની ટીમ બે અલગ-અલગ દેશમાં એક સાથે ક્રિકેટ સિરીઝ રમવા પહોંચી હોય. એક તરફ શિખર ધવન (Shikhar Dhawan)ની કેપ્ટનશિપ હેઠળ આજથી ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે વન-ડે સિરીઝ શરૂ થઈ રહી છે. તો બીજી તરફ ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીની સેના ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝની (India Vs England Test Series) તૈયારીઓમાં લાગી છે. કોઈ એક દેશ દ્વારા એક સાથે બે ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા ઉતારી એવી બહુ વિરલ ઘટનાઓ છે. 1998માં કુઆલાલુમ્પુરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર ક્રિકેટનો સમાવેશ કરાતા ભારતે અજય જાડેજાની કેપ્ટનશિપ હેઠળની ભારતીય ટીમને ઉતારી હતી. અને આ જ સમય દરમિયાન ટોરેન્ટોમાં પાકિસ્તાન સામે વન-ડે સિરીઝ પણ હતી. જેમાં મોહમ્મદ અઝહરુદ્દીનની આગેવાનીમાં ભારતીય ટીમ સિરીઝ રમી હતી. હવે લગભગ 23 વર્ષે ફરી ભારતે બે અલગ-અલગ ટીમોને મેદાને ઉતારી છે. જો કે કોઈ ટીમ પાસે આટલી મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ હોય એવું ભાગ્યે જ બને છે. આ ઉપરાંત ટ્વેન્ટી-20 વર્લ્ડકપ નજીક છે ત્યારે નવા ખેલાડીઓને અજમાવવાની આ ઉત્તમ તક છે. તો બીજી તરફ આઈપીએલના સ્ટાર ખેલાડીઓને પણ ઈન્ટરનેશનલ ક્રિકેટના પ્લેટફોર્મ પર પોતાને સાબિત કરવાનો ગોલ્ડન ચાન્સ હશે.

  શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતીય ટીમ (Team India)માં ઘણું બધુ પ્રથમવાર બની રહ્યું છે. શિખર ધવન પ્રથમ વખત ભારતની વન-ડે ટીમને લીડ કરી રહ્યો છે. હેડ કોચ રાહુલ દ્રવિડ પ્રથમવાર ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની ભૂમિકામાં દેખાશે. એવું પ્રથમવાર બનશે કે આઈપીએલ ઢગલાબંધ ખેલાડીઓ એક સાથે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. નવા નીશાળીયાઓ સાથેની ભારતની ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ભરમાર છે. શિખર ધવનના સાથી ઓપનર તરીકે પૃથ્વી શૉ લગભગ નક્કી છે. ત્યાર બાદ અનુભવી મનિષ પાંડે વન-ડાઉન બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મેળવશે. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવનું સ્થાન નિશ્ચિત જણાય છે.

  આ પણ વાંચો, Messi Beedi: ફૂટબોલરના નામે વેચાતી બીડીના પેકેટની તસવીર વાયરલ, લોકોએ કરી આવી કોમેન્ટ

  જો કે વિકેટકીપર તરીકે ઈશાન કિશન અને સંજુ સેમ્સમ વચ્ચે કાંટે કી ટક્કર છે. ઓલરાઉન્ડતર તરીકે હાર્દિક અને કૃણાલ પંડ્યા બ્રધર્સને ટીમ મેનેજમેન્ટ મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ચેતન સાકરિયાને ભુવનેશ્વર કુમારના સાથીદાર તરીકે તક મળી શકે છે. જો સાકરિયાને તક મળશે તો ભારતીય ટીમમાં પંડ્યા બ્રધર્સ અને સાકરિયા એમ 3 ગુજરાતી ખેલાડી રમશે. ઘણા લાંબા સમય બાદ હાર્દિક પંડ્યાએ શ્રીલંકામાં બોલિંગ પ્રેક્ટિસ કરી. એટલે પ્રથમ વન-ડેમાં હાર્દિકને બોલિંગનો ભાર પણ સોંપાશે.

  આ પણ વાંચો, Kadambini Ganguly Google Doodle: જાણો કોણ છે કાદમ્બિની ગાંગુલી, જેમના માટે ગૂગલે બનાવ્યું ડૂડલ

  ભારતની સંભવિત ટીમઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, (Wk) હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદિપ યાદવ, ચેતન સાકરિયા, યુઝવેન્દ્ર ચહલ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: India vs Sri Lanka, Shikhar dhawan, Sri lanka, Team india, ક્રિકેટ, બીસીસીઆઇ, સ્પોર્ટસ

  આગામી સમાચાર