લોકેશ રાહુલે 109 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે સદી ફટકારી
21:46 (IST)
વિરાટ કોહલીએ ફોર ફટકારી 1000 રન પૂરા કર્યા
રોહિત શર્મા (103) અને લોકેશ રાહુલની સદી (111)ની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 7 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 264 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
રોહિત શર્માએ 94 બોલમાં 14 ફોર અને 2 સિક્સર સાથે 103 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલે 118 બોલમાં 11 ફોર અને 1 સિક્સર સાથે 111 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. જ્યારે રાહુલ અને વિરાટ વચ્ચે 55 રનની ભાગીદારી નોંધાઈ હતી. કોહલી 34 અને હાર્દિક પંડ્યા 7 રને અણનમ રહ્યા હતા.
અગાઉ શ્રીલંકા તરફથી એન્જલો મેથ્યુસે સદી અને થિરીમાનેએ અડધી સદી ફટકારી હતી.ધનંજયા ડી સિલ્વા 29 રને અણનમ રહ્યો હતો. ફર્નાન્ડોએ 20, કુશાલ પરેરાએ 18 રન બનાવ્યા હતા.
ભારત તરફથી બુમરાહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.
સેમિ ફાઇનલમાં ચાર ટીમો નક્કી વર્લ્ડ કપ 2019માં સેમિ ફાઇનલની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચ્યું અને આ પછી ભારતીય ટીમે અંતિમ ચારમાં સ્થાન બનાવ્યું હતું. ત્રીજા નંબરે ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં પહોંચ્યું હતું. ચોથી ટીમ તરીકે ન્યૂઝીલેન્ડે સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.
9 જુલાઈથી સેમિ ફાઇનલ મુકાબલા
વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ 9 જુલાઈના રોજ માન્ચેસ્ટરમાં અને બીજી સેમિ ફાઇનલ 11 જુલાઈના રોજ બર્મિઘમમાં રમાશે. જ્યારે 14 જુલાઈને રવિવારે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર ફાઇનલ રમાશે.