બીજી ટી-20 : ભારતનો શ્રીલંકા સામે 7 વિકેટે વિજય, વિરાટે સિક્સર ફટકારી જીત અપાવી

News18 Gujarati
Updated: January 7, 2020, 10:47 PM IST
બીજી ટી-20 : ભારતનો શ્રીલંકા સામે 7 વિકેટે વિજય, વિરાટે સિક્સર ફટકારી જીત અપાવી
ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ બનાવી છે. ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 10મી જાન્યુઆરીએ પૂણેમાં રમાશે

ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ બનાવી છે. ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 10મી જાન્યુઆરીએ પૂણેમાં રમાશે

  • Share this:
ઇન્દોર : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ લોકેશ રાહુલના 45 અને વિરાટ કોહલીના આક્રમક અણનમ 30 રનની મદદથી ભારતે શ્રીલંકા સામેની બીજી ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 142 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ બનાવી છે. ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 10મી જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. પ્રથમ ટી-20 વરસાદના કારણે રદ થઈ હતી.

લોકેશ રાહુલ 32 બોલમાં 6 ફોર સાથે 45 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ અને ધવન વચ્ચે પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. શિખર ધવને 29 બોલમાં 32 અને ઐયર 26 બોલમાં 34 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 17 બોલમાં 1 ફોર અને 2 સિક્સર સાથે 30 રન બનાવી અણનમ રહ્યો હતો. 1 વિકેટ કુમારાને મળી હતી. શ્રીલંકા તરફથી ડી સિલ્વાએ સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં કોઈ ફેરફાર કરાયો ન હતો. શ્રીલંકાના ગુનાથિલિકા (20) અને ફર્નાન્ડોએ (22) પ્રથમ વિકેટ માટે 38 રનની ભાગીદારી નોંધાવી હતી. કુશાલ પરેરાએ આક્રમક બેટિંગ કરતા 28 બોલમાં 3 સિક્સર સાથે 34 રન બનાવ્યા હતા. પરેરાને કુલદીપ યાદવે આઉટ કર્યો હતો.

ઓશાડા ફર્નાન્ડ (10), રાજપક્ષા (09), સનાકા (7) જલ્દી આઉટ થતા 127 રને સાતમી વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે નવદીપ સૈની, કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી.
First published: January 7, 2020, 9:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading