Home /News /sport /

IND v SL 1st Test: વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે રમી શકે છે ટીમ ઇન્ડિયા

IND v SL 1st Test: વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે રમી શકે છે ટીમ ઇન્ડિયા

પ્રથમ ટેસ્ટ મોહાલીના પંજાબ ક્રિકેટ સંઘ (PCA) સ્ટેડિયમમાં રમાશે (તસવીર- બીસીસીઆઈ)

India vs Sri Lanka 1st Test - વિરાટ કોહલીની છેલ્લી સદી નવેમ્બર 2019માં થઈ હતી. ત્યારે કોહલી તેની 100મી ટેસ્ટમાં જોરદાર રમત બતાવી આ ટેસ્ટને યાદગાર બનાવી શકે છે

મોહાલી : ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આવતીકાલથી બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ મોહાલીના પંજાબ ક્રિકેટ સંઘ (PCA) સ્ટેડિયમમાં રમાશે, જે સવારે 9:30 કલાકે શરૂ થશે. વિરાટ કોહલીને શ્રીલંકા સામેની T20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. જોકે આ ટેસ્ટ મેચમાં બધાની નજર વિરાટ કોહલી (Virat Kohli) પર છે. કેમ કે તે વિરાટની 100મી ટેસ્ટ મેચ (Virat Kohli 100th Test)હશે.

ઓપનિંગમાં કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સાથે મયંક અગ્રવાલ (Mayank Agarwal)ઉતરશે તે નિશ્ચિત છે. કેએલ રાહુલ ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાં રમશે નહીં. આવી સ્થિતિમાં રાહુલના સ્થાને મયંક અગ્રવાલને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. રોહિત લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળશે. તે ઈજાના કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયો ન હતો.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારીને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. વિરાટની છેલ્લી સદી નવેમ્બર 2019માં થઈ હતી. ત્યારે કોહલી તેની 100મી ટેસ્ટમાં જોરદાર રમત બતાવી આ ટેસ્ટને યાદગાર બનાવી શકે છે.

આ પણ વાંચો - વિરાટ કોહલીની 100મી ટેસ્ટ બનશે ખાસ

ગત વર્ષે ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ અય્યર (Shreyas Iyer)ને હાલના ફોર્મના મામલે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે. શ્રેયસે તાજેતરમાં જ શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં સતત 3 અડધી સદી ફટકારી હતી. બીજી તરફ હનુમા વિહારી પાસે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવાની સુવર્ણ તક છે. જ્યારે કોહલીની જેમ આરામ પર રહેલો વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant) ટેસ્ટ સિરીઝમાં વાપસી કરશે.

અનુભવી ઓફ સ્પિનર આર.અશ્વિન (R Ashwin) પાસે બોલની સાથે બેટથી પણ યોગદાન આપવાની તક છે. રવિન્દ્ર જાડેજાને ટીમમાં બીજા સ્પિનર તરીકે સામેલ કરવામાં આવશે. જાડેજાએ તાજેતરમાં જ ઈજામાંથી સાજા થયા બાદ ટી-20 શ્રેણીમાં પુનરાગમન કર્યું હતુ. ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમી (Mohammed Shami) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની જોડી રહેશે. મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)ને ટીમમાં ત્રીજા ફાસ્ટ બોલર તરીકે તક મળી શકે છે.

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ
First published:

Tags: India vs Sri Lanka, Team india, Virat kohli record, વિરાટ કોહલી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन