Home /News /sport /Asia Cup 2022, IND vs SL : એશિયા કપમાંથી ભારત લગભગ બહાર, હવે કોઇ ચમત્કાર જ ફાઇનલમાં પહોંચાડી શકે

Asia Cup 2022, IND vs SL : એશિયા કપમાંથી ભારત લગભગ બહાર, હવે કોઇ ચમત્કાર જ ફાઇનલમાં પહોંચાડી શકે

એશિયા કપના (Asia Cup 2022) સુપર-4 મુકાબલામાં ભારત વિ. શ્રીલંકા ( India Vs Sri Lanka) મુકાબલો

Asia Cup 2022, India Vs Sri Lanka match : એશિયા કપના સુપર-4 મુકાબલામાં શ્રીલંકાએ ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો, ટીમ ઇન્ડિયાનો સતત બીજો પરાજય

    દુબઈ : પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)બાદ દાસુન શનાકાની ઉપયોગી બેટિંગની મદદથી એશિયા કપના (Asia Cup 2022) સુપર-4 મુકાબલામાં શ્રીલંકાએ (India Vs Sri Lanka)ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

    સુપર-4માં સતત બીજા વિજય સાથે શ્રીલંકાએ એશિયા કપની ફાઇનલમાં સ્થાન લગભગ પાકુ કરી લીધું છે. બીજી તરફ પરાજય સાથે જ ટીમ ઇન્ડિયાના અભિયાનનો લગભગ અંત આવી ગયો છે. હવે કોઇ ચમત્કાર જ ભારતને ફાઇનલમાં પહોંચાડી શકે છે. ભારત હવે 8 તારીખે અફઘાનિસ્તાન સામે રમશે.

    શ્રીલંકા ઇનિંગ્સ


    -ભાનુકા રાજપક્ષે અને દાસુન શનાકાએ 5.4 64 રનની અતૂટ ભાગીદારી નોંધાવી

    -દાસુન શનાકાના 18 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે અણનમ 33 રન

    -ભાનુકા રાજપક્ષેના 17 બોલમાં 2 સિક્સર સાથે અણનમ 25 રન

    -કુશલ મેન્ડિસના 37 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે 57 રન

    -ગુણાતિલક 1 રને અશ્વિનનો શિકાર બન્યો

    -કુશલ મેન્ડિસે 33 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -શ્રીલંકાએ 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -ત્રીજા જ બોલે ચરિત અસલંકા ખાતું ખોલાવા વિના આઉટ

    -પથુમ નિસંકા 52 રને ચહલનો શિકાર બન્યો

    -પથુમ નિસંકાએ 33 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -શ્રીલંકાએ પાવરપ્લેમાં 6 ઓવરમાં વિના વિકેટે 57 રન બનાવ્યા

    -શ્રીલંકાએ 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા

    ભારતની ઇનિંગ્સ


    -ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા. શ્રીલંકાને જીતવા માટે 174 રનનો પડકાર આપ્યો છે.

    -પંતે ફરી નિરાશ કરતા 17 રન બનાવી કેચ આઉટ થયો

    -દીપક હુડા 3 રને બોલ્ડ થયો

    -હાર્દિક પંડ્યા 13 બોલમાં 17 રન બનાવી શનાકાનો શિકાર બન્યો

    -સૂર્યકુમાર યાદવ 34 રન બનાવી કેચ આઉટ થયો

    -રોહિત અને સૂર્યકુમાર વચ્ચે 97 રનની ભાગીદારી

    -રોહિત શર્મા 41 બોલમાં 5 ફોર 4 સિક્સર સાથે 72 રન બનાવી આઉટ

    -ભારતે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા

    -રોહિત શર્માએ 32 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

    -ભારતે 7.1 ઓવરમાં 50 રન પુરા કર્યા

    -વિરાટ કોહલી 4 બોલમાં ખાતું ખોલાયા વિના બોલ્ડ થયો

    -કેએલ રાહુલ 6 રન બનાવી એલબી આઉટ થયો. ભારતે 11 રને પ્રથમ વિકેટ ગુમાવી

    -શ્રીલંકાની ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી. ભારતની ટીમમાં રવિ બિશ્નોઇના સાથે આર અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું છે.

    -શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

    ભારતની પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દીપક હુડા, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.

    શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન : પથુમ નિસંકા, કુશલ મેન્ડિસ, ચરિત અસલંકા, ધનુષ્કા ગુણાતિલક, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિંદુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહીશ તીક્ષ્ણા, આસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશંકા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asia Cup, IND VS SL, India vs Sri Lanka

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन