Home /News /sport /IND Vs SL : પહેલો દિવસ ટીમ ઈન્ડિયાના નામે, વિરાટ-વિજયની સદી

IND Vs SL : પહેલો દિવસ ટીમ ઈન્ડિયાના નામે, વિરાટ-વિજયની સદી

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટની 20મી શતક ફટકારી દીધી છે.  ભારતે ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ચાર વિકેટના નુકશાને  371 રન બનાવી લીધા છે.


વિરાટ કોહલી 156 અને રોહિત શર્મા 6 રન બનાવીને રમતમાં છે.   ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


મુરલી વિજયએ 155 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વિજયે 267 બોલમાં 13 ફોર ફટકારીને પોતાની સદી પુરી કરી હતી. વિજય શંદાકનની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો.  મુરલી વિજય બાદ અજિંક્ય રહાણે પણ માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો.


કેપ્ટન વિરાટ કોહલીએ કોલકાતા અને નાગપુરમાં સદી ફટકાર્યા બાદ બવે દિલ્હીમાં પણ વધુ એક સદી ફટકારી દીધી છે. કોહલીએ ટેસ્ટ કરિયરની 20મી સેન્ચ્યુરી ફટકારી છે.


ભારતને પહેલો ફટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો હતો. ધવન 23 રન બનાવીને પરેરાની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ભારતની બીજી વિકેટ ચેતેશ્વર પુજારામાં પડી હતી. પુજારા પણ 23 રન બનાવીને ગમાગેની બોલ પર આઉટ થઈ ગયો હતો.


વિરાટ કોહલીનું વધુ એક કારનામું


પોતાની 63મી વનડે રમવા ઉતરેલ વિરાટ કોહલીએ સુંરગા લકમલની 31 ઓવરના ત્રીજા બોલે કવર ડ્રાઈવ ડ્રાઈવના રૂપમાં ફોર ફટકારી અને આ સાથે જ 5000 ટેસ્ટ રન બનાવવાનો એક રેકોર્ડ પોતાના નામે નોંધાવી નાંખ્યો હતો. દુનિયાના ધાકડ બેટ્સમેનોમાંથી એક વિરાટ કોહલીએ ભારત માટે 5000 કે તેથી વધારે રન બનાવનાર 11મો ખેલાડી બની ગયો છે. ટીમ ઈન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે 200 ટેસ્ટ રમતા સૌથી વધારે 15921 રન બનાવ્યા છે, જેમાં 51 શતક છે.


ટીમમાં થયા આ ફેરફાર


કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, દિલ્હી ટેસ્ટ માટે ઉમેશ યાદવ અને કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએ મોહમ્મદ શમી અને શિખર ધવનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. લાહિરૂ થિરિમાને, દાસુન શનાકા અને રંગના હેરાથની જગ્યાએ લક્ષણ સંદાકન, રોશન સિલ્વા અને ધનંજય ડિસિલ્વાને સામેલ કરવામાં આવ્યા છે.


વિજય રથ પર સવાર વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ટીમ ઈન્ડિયા શનિવારે દિલ્હી ફિરોઝશાહ કોટલા મેદાન પર શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં સતત 9મી સિરીઝ જીતીને ઈતિહાસ રચવાના ઈરાદા સાથે ઉતરી છે.

First published:

Tags: India Vs SL, Lokesh rahul, Team india, Virat kohali

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन