Ind vs SL 2nd ODI : દિપક ચહરની જોરદાર ફિફ્ટીથી ભારતની જીત, સીરીઝ પર કર્યો કબ્જો

તસવીર-AP

Ind vs SL 2nd ODI Live Score:પહેલા મેચમાં ભારતે 7 વિકેટે શ્રીલંકાને હાર આપી હતી. બીજી મેચમાં શ્રીલંકા સીરીઝ સરભર કરવા ઉતરશે જ્યારે ભારત સીરીઝ જીતવા માટે ઉતરશે.

  • Share this:
    નવી દિલ્લી: શ્રીલંકાએ ઈન્ડિયા સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં શ્રીલંકન ટીમે 9 વિકેટના નુકસાને 275 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 276 રનનો લક્ષ્યાંક મળ્યો છે. જેના જવાબમાં ઈન્ડિયન ટીમે 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂર્ણ કર્યા હતો. આ મેચમાં દિપક ચહર મેચનો હિરો સાબિત થયો હતો. તેની ફિફ્ટીની મદદથી ભારતીય ટીમે મેચ જીતી લીધી છે.

    શિખર ધવન 29 રન બનાવી આઉટ
    11મી ઓવરના છેલ્લા બોલ પર ફ્લિક શોટ મારવા જતા ધવન LBW થયો. બોલર્સે જ્યારે અપીલ કરી ત્યારે ઓનફિલ્ડ અમ્પાયરે ધવનને નોટઆઉટ જાહેર કરી દીધો હતો, પરંતુ હસરંગા અને ટીમના કેપ્ટને આ નિર્ણયને પડકારી DRSનો ઉપયોગ કર્યો હતો, જેમાં બધા રેડ બોક્સ ટિક થતા ધવનને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.

    Colombo Odi, India vs Sri Lanka Day Live Cricket Score

    • દિપક ચહર અને ભુવનેશ્વર કુમારે આઠમી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. આ પાર્ટનરશીપની મદદથી ભારતે શ્રીલંકા સામે 3 વિકેટે જીત મેળવી હતી.

    • 35મી ઓવરમાં હસરંગાએ કૃણાલ પંડ્યાને 35 રન કરીને બોલ્ડ કર્યો હતો.

    • 53 રન કરીને સૂર્ય કુમાર યાદવની વિકેટ પડતાની સાથે જ શ્રીલંકાએ મેચમાં જોરદાર પકડ બનાવી લીધી છે.

    • મનીષ પાેંડેના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા શૂન્ય રન કરીને આઉટ થયો હતો.

    • 17મી ઓવરમાં મનીષ પાંડે 37 રન કરીને રન આઉટ થયો હતો. પાંડેના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો છે.

    • 12મી ઓવરમાં હસરંગાના બોલ પર 29 રન કરી કેપ્ટન શિખર ધવન એલબીડબલ્યુ આઉટ થયો હતો અત્યારે ક્રિઝ પર સૂર્યકુમાર યાદવ અને મનીષ પાંડે છે.

    • શરૂઆતમાંજ ભારતીય ટીમને બે વિકેટો ગુમાવી હતી, પૃથ્લી માત્ર 12 અને ઈશાન કિશન 1 રન કરીને આઉટ થયા હતા, અત્યારે પીચ પર કેપ્ટન ધવન અને મનીષ પાંડે રમી રહ્યા છે.

    • ભારતીય ટીમના ખેલાડીઓ પીચ પર

    • છેલ્લી પાંચ ઓવરમાં શ્રીલંકાએ 46 રન કર્યા હતા. 9 વિકેટ ગુમાવી શ્રીલંકાએ ભારતને 276 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

    • 47મી ઓવરમાં અસલંકા 65 રન કરીને આઉટ થયો હતો. ભૂવનેશ્વર કુમારને સફળતા મળી હતી.

    • 39મી ઓવરના પ્રથમ બોલમાંજ દિપક ચહરે હાસરંગાની વિકેટ પડી હતી. વિકેટ પડતા સ્કોર 194/6 હતો

    • 35મી ઓવર ચહલે શ્રીલંકન કેપ્ટનને આઉટ કર્યો હતો. દાસુન શાનકા 16 રન કરીને આઉટ થયો હતો.

    • 27મી ઓવરના બીજા બોલમાં દિપક ચહરના બલ પર ધનંજય શિખર ધવના હાથમાં કેચ આઉટ થયો હતો. 27 ઓવરમાં શ્રીલંકાને સ્કોર 134/4

    • 24મી ઓવરમાં અવિષ્કા ફિફ્ટી મારીને આઉટ થયો હતો. ભૂવનેશ્વર કુમારને તેની વિકેટ મળી હતી આ સાથે 25 ઓવરમાં શ્રીલંકાને સ્કોર 124/3

    • ચહલને 13મી ઓવરમાં પ્રથમ વિકેટ મળ્યા બાદ સતત બીજી વિકેટ પણ મળી હતી જેમાં રાજપક્ષે શૂન્ય રન કરીને આઉટ થયો હતો.

    • સારી શરૂઆત બાદ શ્રીલંકાને પ્રથમ ઝટકો મળ્યો છે મિનોદ 42 બોલમાં 36 રન કરીને ચહલનો શિકાર બન્યો હતો.

    • પ્રથમ ટોસ જીતીની શ્રીલંકાના કેપ્ટને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભારતીય ટીમ બોલીંગ કરશે. ભારતે ટીમમાં કોઈ પણ બદલાવ નથી કર્યો જ્યારે શ્રીલંકાની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. ઈસરુ ઉદનાના સ્થાને કાસૂન રંજીતાને ટીમમાં સ્થાન મળ્યું છે.

    • શ્રીલંકાએ બીજી વનડેમાં ભારત સામે 276 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીત્યા પછી પ્રથમ મેચ રમતા શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 275 રન બનાવ્યા હતા. અસલંકાએ 65 અને અવિશ્કા ફર્નાન્ડોએ 50 રન બનાવ્યા. ભારત તરફથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે છેલ્લી 9 વનડે શ્રેણી જીતી લીધી છે.


    ભારતની પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, ઇશાન કિશન (WK),મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

    શ્રીલંકા પ્લેઇંગ ઇલેવન: અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (WK), ભાનુકા રાજપક્ષે, દસુન શનાકા, ધનંજય ડી સિલ્વા, ચરીટ અસલાન્કા, વનિંદુ હસરંગા, ચામિકા કરુનારાત્ને, દુષ્મન્થ ચામીરા, કાસુન રંજિતા, લક્ષણ સંદાકન
    Published by:kuldipsinh barot
    First published: