IND vs SL, 1st T20I : ભારતની શ્રીલંકાને સામે 38 રનથી જીત, ભુવનેશ્વરની ચાર વિકેટ

Colombo 1st T20I, India vs Sri Lanka Live Cricket Score: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની પહેલી મેચ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે.

Colombo 1st T20I, India vs Sri Lanka Live Cricket Score: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની પહેલી મેચ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે.

  • Share this:
    નવી દિલ્લી: શ્રીલંકા અને ભારતની પ્રથમ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 164 રન કરી 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી હતી. અને શ્રીલંકાને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શિખર ધવને 46 અને સૂર્યકુમાર યાદવે શાનદાર ફિફ્ટી પણ ફટકારી હતી. શ્રીલંકન ટીમ 18.3 ઓવરમાં 126 રન કરીને ઓલ-આઉટ થઈ હતી, જેમાં ભુવનેશ્વર કુમારે 4 વિકેટ મળી હતી. જ્યારે દિપક ચહરને 2 અને કૃણા પંડ્યા, ચહલ, હાર્દિક અને ચક્રવતીને 1-1 વિકેટ મળી છે. પ્રથમ મેચમાં જીત મેળવતાની સાથે જ ભારતે સીરીઝમાં 1-0થી આગળ છે.

    Colombo 1st T20I, India vs Sri Lanka Live Cricket Score

    • છેલ્લી પાંચ ઓવરમાં શ્રીલંકાએ 19 રન કરીને 6 વિકેટ ગુમાવી હતી, અને ભારતની જીત થઈ હતી.

    • ભુવનેશ્વરની ઓવરમાં કરુણારત્ને બોલ્ડ થચો જેથી ભારત મેચ જીતની નજીક

    • 15.3મી ઓવરમાં  દિપક ચહરના બોલ પર અશલંકા આઉટ થયો અને એક બોલ બાદ  હાસરંગા પણ શૂન્ય રન કરીને આઉટ થયો હતો, મેચમાં ભારતની પકડ મજબૂત બની છે.

    • 12મી ઓવરના અંતમાં હાર્દિક પંડ્યાએ બંદારાને આઉટ કર્યો હતો.

    • શ્રીલંકાની 7.1 ઓવરમાં ત્રીજી વિકેટ પડી હતી. ભૂવનેશ્વરની બોલિંગમાં અવિશ્કા 26 રન કરીને આઉટ થતા ભારતની મેચમાં પકડ મજબૂત બની હતી.

    • યુજવેન્દ્ર ચહલની ઓવરમાં ડિસિલ્વા માત્ર 9 રન કરીને બોલ્ડ થયો હતો.

    • શ્રીલંકન ટીમ મેચમાં 165 રનના લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉતરી હતી પંરતુ ત્રીજી ઓવરના ત્રીજા બોલમાં જ કૃણાલ પંડ્યાને વિકેટ મળી અને બિનોદ આઉટ થયો હતો.

    • 20 ઓવરના અંતે ભારતીય ટીમે 5 િવિકેટ ગુમાવી 164 રન કર્યા હતા. શ્રીલંકાને જીત માટે 165 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

    • 18મી ઓવરના ચોથા બોલ પર હાર્દિક પંડ્યા 10 રન કરીને આઉટ થયો હતો.

    • 15મી ઓવરમાં સૂર્યકુમાર યાદ 50 રન કરીને આઉટ થયો હતો. અત્યારે ક્રિઝ પર હાર્દિક અને કિશન રમી રહ્યા છે.

    • 14મી ઓવરમાં શિખર ધવન 46 રન કરીને આઉટ થયો હતો.

    • છઠ્ઠી ઓવરમાં હસરંગાના પ્રથમ બોલ પર સંજૂ સૈમસન 27 રન કરીને આઉટ થયો હતો.

    • પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર જ પૃથ્વી શૉ આઉટ થયો હતો. અત્યારે શિખર ધવન અને સંજૂ સૈમસન ક્રિઝ પર સ્કોર બોર્ડ ચલાવી રહ્યા છે.

    • ભારતીય ટીમમાં પૃથ્વી શૉ અને વરુણ ચક્રવતીનું ડેબ્યું થયું હતું. જ્યારે શ્રીલંકન ટીમમાં પણ બે ખેલાડીઓએ ડેબ્યું કર્યું હતું.

    • પ્રથમ ટી-20માં ભારત અને શ્રીલંકા સામેની મેચમાં શ્રીલંકન કેપ્ટને ટોસ જીત્યો હતો અને અને ભારતીય ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.




    ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની પહેલી મેચ કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શિખર ધવનની આગેવાની હેઠળની ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. વરૂણ ચક્રવર્તી અને પૃથ્વી શો ભારત તરફથી ડેબ્યૂ કરી રહ્યા છે. ભારતીય ટીમ આ મેચમાં બે ઝડપી બોલરો અને બે સ્પિનરો સાથે ઉતર્યો છે. તે જ સમયે, કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યા છે. શ્રીલંકા તરફથી ચરિત અસલાન્કા અને ચામિકા કરુનારાત્ને તેની શરૂઆત કરી રહ્યા છે. બીજી તરફ, વનિંદુ હસરંગા પાછા ફર્યા છે.



    ભારતીય ટીમ: શિખર ધવન, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, યૂઝવેંદ્ર ચહલ, વરુણ ચક્રવર્તી

    શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન:  વિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (WK), ધનંજાયા ડી સિલ્વા, ચરીટ અસલાન્કા, દસુન શનાકા (સી), અશેન બંદારા, વાનીંદુ હસારંગા, ચામિકા કરુનારાત્ને, ઇસુરુ ઉદના, અકિલા ધનંજય, દુષ્યંત ચમિરા.
    Published by:kuldipsinh barot
    First published: