Home /News /sport /

Ind vs SL 1st ODI: ઈન્ડિયાએ શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું, ઈશાનની ડેબ્યું ફિફ્ટી, ધવનની ધમાકેદાર બેટીંગ

Ind vs SL 1st ODI: ઈન્ડિયાએ શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું, ઈશાનની ડેબ્યું ફિફ્ટી, ધવનની ધમાકેદાર બેટીંગ

ભારતીય ટીમે 3 મેચની સીરીઝમાં પ્રથમ જીત મેળવી છે. તસવીર- AP

Colombo Odi, India vs Sri Lanka Day Live Cricket Score: શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીની પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ વન-ડેમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવનું વન-ડે ટીમમાં ડેબ્યું થયું છે.

  નવી દિલ્લી: કોલંબોમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવી દીધી હતી. આ જીત સાથે, ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ પણ મેળવી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. ભારતે 36 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ધવન 86 રન બનાવીને જીત્યા બાદ જ પરત ફર્યો હતો.

  ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે સિરીઝની પહેલી મેચ કોલંબોમાં રમાઈ રહી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ પ્રથમ વનડેમાં 9 વિકેટે 262 રન બનાવ્યા હતા. 8 નંબર પર ઉતરનાર ચામિકા કરુનારાત્ને સૌથી વધુ અણનમ 43 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવ, લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર દિપક ચહરે બે-બે વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પણ એક-એક વિકેટ મળી હતી. વરિષ્ઠ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર એક પણ વિકેટ લઈ શક્યો નહીં.

  ઈશાને ડેબ્યું મેચમાં ફટકારી ફિફ્ટી 

  યુવા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન(Ishan Kishan) શ્રીલંકા સામેની પ્રથમ વનડેથી આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની પસંદગી ભારતના પ્લેઇંગ ઇલેવનમાં કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આજે ઇશાનનો જન્મદિવસ પણ છે. તે તેનો 23મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ દિવસે વનડે ડેબ્યૂ તેના માટે બેવડી ખુશીની વાત હતી. આ સાથે, તે જન્મદિવસ પર વનડે ડેબ્યૂ કરનારો બીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે.

  પૃથ્વી શૉએ કરી જોરદાર ઓપનિંગ 

  પૃથ્વીએ 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગ્સમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે બાઉન્ડ્રીથી જ 36 રન બનાવ્યા હતા. તેણે ચોગ્ગાની હેટ્રિક પણ લગાવી હતી. આ તેની વનડે કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ્સ છે. અગાઉ 40 રન તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. આ તેની ચોથી વનડે મેચ છે. તેણે 22 બોલમાં 43 રન બનાવ્યા. તેણે 5.3 ઓવરમાં કેપ્ટન શિખર ધવન સાથે પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. ઓફ સ્પિનર ​​ધનંજય ડી સિલ્વાએ તેને આઉટ કર્યો.

  વન ડેમાં ભારત તરફથી અત્યાર સુધી 24 ખેલાડીઓએ કપ્તાની સંભાળી છે. ધવન ભારતીય ટીમનું નેતૃત્વ કરનારો 25 મો ખેલાડી બનશે. તેણે ટોસ પછી કહ્યું કે જો આપણે પણ ટોસ જીતી લેત તો આપણે પહેલા બેટિંગ કરી હોત. કારણ કે પાછળથી ઝાકળ તેની અસર બતાવી શકે છે. પૃથ્વી શો મારી સાથે ઇનિંગ્સ ખોલશે. ઇશન કિશન અને સૂર્યકુમાર તેની વનડે ડેબ્યૂ કરશે. કુલદીપ અને ચહલ પણ રમશે.

  આ પણ વાંચો: India Vs Sri Lanka ODI Series: શ્રીલંકામાં સફળતાના 'શિખર' સર કરશે IPLના સિતારા!

  ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, ઇશાન કિશન (WK),મનીષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

  શ્રીલંકાની પ્લેઈંગ 11 : અવિશ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (WK), ભાનુકા રાજપક્ષે, દસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, ચરીટ અસલાન્કા, વાનીંદુ હસારંગા, ચામિકા કરુનારાત્ને, દુષ્યંત ચમિરા, લક્ષ્મંથ સંદકન, ઇસુરુ ઉદના.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: India vs Sri Lanka

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन