Home /News /sport /India vs South Africa: દિનેશ કાર્તિક અને ઋષભ પંતે કેમ આવું કર્યું?

India vs South Africa: દિનેશ કાર્તિક અને ઋષભ પંતે કેમ આવું કર્યું?

શું આફ્રિકા સામેની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની ખેલાડીઓ પોતાની જવાબદારી ભૂલી ગયા હતા?

India vs South Africa: ભારતે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી ચોક્કસપણે 2-1થી જીતી લીધી છે. પરંતુ છેલ્લી મેચમાં હારના કારણે ટીમની વર્લ્ડ કપની તૈયારીઓને થોડો આંચકો લાગ્યો છે. પરંતુ દક્ષિણ આફ્રિકા માટે આ જીત આ મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ટોનિકનું કામ કરી શકે છે.

વધુ જુઓ ...
  India vs South Africa: ભારતે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી ચોક્કસપણે 2-1થી જીતી લીધી છે. પરંતુ છેલ્લી મેચમાં હારના કારણે ટીમની વર્લ્ડ કપની તૈયારીઓને થોડો આંચકો લાગ્યો છે. પરંતુ દક્ષિણ આફ્રિકા માટે આ જીત આ મહિને શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ટોનિકનું કામ કરી શકે છે.

  દક્ષિણ આફ્રિકાની આ જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ હીરો હતો રિલે રુસો. તેણે T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારીને પોતાની ટીમને 227 રનના વિશાળ સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમાં ક્વિન્ટન ડી કોકની 68 રનની ઇનિંગ પણ મહત્વની હતી.

  રૂસોએ 48 બોલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. તેણે જે રીતે 208.33ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, તે નિશ્ચિત છે કે તે આ મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ચોક્કસપણે ધમાલ મચાવશે.

  ફિલ્ડિંગમાં સુધારાની જરૂર  

  ખરા અર્થમાં, આ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુખ્ય તફાવત ફિલ્ડિંગ અને કેચિંગમાં હતો. ટીમ ઈન્ડિયા ડી કોકને સાઉથ આફ્રિકાની ઈનિંગ દરમિયાન બીજા બોલ પર રન આઉટ ના ચૂક્યો હોત તો તે શરૂઆતથી જ દબાણમાં આવી શક્યો હોત. આ પછી કેટલાક કેચ ચૂકી જવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

  કહેવામાં આવે છે કે, કેચ જીતાડે છે મેચ અથવા કેચ છોડો મેચ છોડો, પરંતુ આ મામલામાં આપણે સફળ થતા જણાતા નથી. અમારા ફિલ્ડરોએ થોડા કેચ છોડ્યા તેમજ મોહમ્મદ સિરાજે પણ કેચ લીધો પરંતુ તે બાઉન્ડ્રી લાઈન પર ટચ થઇ ગયો આઉટની જગ્યાએ સામેની ટીમને 6 રન મળી ગયા.

  આ પણ વાંચો : Ind Vs SA 3rd T20I: ઇંદૌર T-20માં થયો કમાલ, એક બોલ પર 2 બેટસમેન થયા આઉટ, તો પણ રહ્યા અણનમ

  સાઉથ આફ્રિકા તરફથી બેટિંગ કરતી વખતે જ્યારે પણ કેચ ઉછડ્યા ત્યારે આપણા ફિલ્ડરો ત્યાં પહોંચી શક્યા નહીં. તો બીજી ટ્રિસ્ટિયન સ્ટબ્સે શાનદાર કેચ લઈને પંત અને સૂર્યકુમાર યાદવની ઇનિંગ્સનો અંત લાવીને ભારતીય આશાઓ તોડી નાખી. ખરા અર્થમાં ભારતે આઠ ઓવરમાં 86 રને પાંચ વિકેટ ગુમાવીને મેચ ગુમાવી દીધી હતી.

  ભારતીય બેટ્સમેનોમાં જવાબદારીનો અભાવ

  ભારતની સામે 228 રનનો ટાર્ગેટ હતો અને રનની ગતિ જાળવી રાખવાની સાથે વિકેટ પણ બચાવીને રમવાનું હતું. પરંતુ બેટ્સમેનો પોતાની જવાબદારી નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. આ શ્રેણીની પ્રથમ બે મેચમાં બેટિંગ કરવાની તક ન મેળવનાર ઋષભ પંતને ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળી હતી અને તે સારી લયમાં દેખાયો હોવા છતાં તે તકનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.

  પંતની જેમ બેટિંગમાં પ્રમોટ કરવામાં આવેલા દિનેશ કાર્તિકે પણ પોતાની ઝડપી શૈલીમાં રમીને પ્રભાવિત કર્યા. તેની પાસે ટીમને લક્ષ્ય તરફ લઈ જવાની આ તક હતી પરંતુ તે આ જવાબદારી નિભાવી શક્યો નહતો. કેશવ મહારાજની ઓવરમાં 14 રન બનાવ્યા બાદ છેલ્લા બોલ પર બિનજરૂરી રીતે રિવર્સ શોટ રમવાના પ્રયાસમાં તે બોલ્ડ થયો હતો. ભારતની આવી પરિસ્થિતિમાં દરમિયાન આવો શોર્ટ ક્યારેય રમવો જરૂરી નહતો.

  આઉટ થતા પહેલા દિનેશે 21 બોલમાં 46 રન બનાવ્યા હતા. જેમાં તેણે ચાર સિક્સર અને ચાર ફોર ફટકારી હતી. જો તેણે બેટિંગ વખતે પોતાના મગજનો પણ ઉપયોગ કર્યો હોત તો તે આ મેચમાં હીરો બની શક્યો હોત. પરંતુ તે તક ચૂકી ગયો. તે નિશ્ચિત છે કે વર્લ્ડકપમાં તેમની બેટિંગ પર વિશ્વાસ કરી શકાય છે.

  આ પહેલા ઋષભ પંત પણ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે એનગિડીની પાંચમી ઓવરમાં પ્રથમ પાંચ બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. પરંતુ જ્યારે છેલ્લો બોલ વિકેટથી ઘણો બહાર હોવા છતાં નિયંત્રણ વગરનો બેકાર શોટ રમવાને કારણે સ્ટબ્સના હાથે કેચ આઉટ થઇ ગયો. પંતે 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા.

  પૂંછડીયા બેટ્સમેન દીપક ચહર અને ઉમેશ યાદવે જે સ્પિરિટ સાથે બેટિંગ કરી તે ભારતનો સ્કોર 178 રન સુધી લઈ ગયો. આનાથી સ્પષ્ટ છે કે જો પંત અને દિનેશ કાર્તિકે બેટિંગમાં થોડી સ્માર્ટનેસ બતાવીને વિકેટ પર થોડો વધુ સમય ટકી રહેવાનો પ્રયાસ કર્યો હોત તો ભારત આ વિશાળ લક્ષ્ય સુધી પહોંચી શક્યું હોત.

  ભારતની નબળી શરૂઆત

  જ્યારે ટીમ ઈન્ડિયા સામે મોટું ટાર્ગેટ હોય છે ત્યારે કેપ્ટન રોહિત શર્મા પાસેથી મોટી ઈનિંગની આશા રાખવામાં આવે છે. ઈન્દોરની આ વિકેટ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. પરંતુ કાગિસો રબાડા પહેલી જ ઓવરમાં બોલને ક્રોસ સીમની અંદર લાવ્યો અને બોલ રોહિતના બેટની કિનારી લઈને વિકેટમાં ગયો. રોહિતે પગ ખસેડ્યા વિના આ બોલ રમ્યો હતો.

  ભારત હજુ પ્રથમ આંચકામાંથી બહાર આવ્યું ન હતું કે શ્રેયસ અય્યર પાર્નેલના બોલ પર એલબીડબ્લ્યુ થઈ ગયો. શ્રેયસ માટે વર્લ્ડ કપ પહેલા પોતાની ક્ષમતા સાબિત કરવાની સારી તક હતી. તે વર્લ્ડ કપના સૌથી સુરક્ષિત ખેલાડીઓમાંથી એક છે.

  પરંતુ તેણે આ તક ગુમાવી દીધી. ભારતીય હીરો સૂર્યકુમાર યાદવની જગ્યાએ ચોથા નંબર પર રમવા આવેલો દિનેશ કાર્તિક રબાડાના બોલ પર કેચ ઉછડ્યો હતો પરંતુ તે થઇ શક્યો નહતો. જો આ કેચ પકડાયો હોત તો ભારત ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું હોત, કારણ કે તે સમયે સ્કોર બે વિકેટે 13 રન હતો.

  બોલિંગમાં સુધારાની જરૂર

  જસપ્રિત બુમરાહના બહાર થયા બાદ બોલિંગને અસર થઈ છે. આ ઉપરાંત હર્ષલ પટેલ સંપૂર્ણ રંગમાં ન આવતાં મુશ્કેલીઓ વધી છે. હર્ષલ વાસ્તવમાં બોલની ઝડપમાં ફેરફાર કરવા અને યોર્કર પહોંચાડવા માટે જાણીતો છે.

  તે ઘણીવાર ધીમા બોલથી યોર્કર ફેંકે છે. પરંતુ જો બોલ ફુલ ટોસ હોય તો તેને સિક્સર કે ફોર ફટકારવાની શક્યતા રહે છે. તે લાંબા સમય પછી પરત ફર્યો છે, તેથી તે યોગ્ય રીતે યોર્કર ફેંકી શકતો નથી.


  દીપક ચહરે પોતાની બોલિંગ અને બેટિંગથી જે રીતે પ્રદર્શન કર્યું છે, તે બુમરાહની ટીમમાં સ્થાન મેળવવાનો પ્રબળ દાવેદાર બની ગયો છે. આ મેચમાં ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજને સિરીઝમાં પ્રથમ વખત રમાડવામાં આવ્યા હતા. ઉમેશ પોતાની બોલિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો. પરંતુ તે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં રમ્યો ન હતો અને આ શ્રેણીની પ્રથમ બે મેચમાં તે ટીમ મેનેજમેન્ટની યોજનાનો ભાગ ન હોય તેવું લાગી રહ્યું છે.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Rishabh pant

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन