આ શું!! શતક ઠોકી તો પણ ટ્રોલ થઈ ગયો વિરાટ કોહલી

  • Share this:
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડરબનમાં રમાયેલી છ વનડે મેચોની સિરીઝની પહેલી મેચ ભારતે જીતી લીધી છે. મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતને 270 રનનું ટાર્ગેટ આપ્યું હતું. આના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી લીધી હતી. ટીમનો હિરો રહ્યો વિરાટ કોહલી. વિરાટ કોહલીએ શાનદાર 112 રન ફટકાર્યા હતા. આ કોહલીની 33મી શતક હતી. વિરાટ કોહલી સચિન બાદ સૌથી વધારે શતક ફટકારનાર બીજા ભારતીય બેટ્સમેન છે. ટાર્ગેટનો પીછો કરતાં રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. આ દરમિયાન રોહિત 20 રન બનાવીને રન આઉટ થયો. ધવન 35 રન બનાવીને પેવેલિયન ફર્યો. આ ઈનિંગમાં ધવને 6 ફોર ફટકારી હતી. આક્રમક બેટિંગ કરતાં ધવનને વિરાટ કોહલીના કારણે પેવેલિયન પાછા ફરવું પડ્યું હતું. ત્યાર બાદ કોહલીને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. પેવેલિયન જતી સમયે ધવન ખુબ જ ગુસ્સામાં લાગી રહ્યો હતો, જ્યારે કોહલી માથું નીચે કરીને ઉભો હતો. કોહલી પિચ પર આવ્યો જ હતો, જ્યારે ધવન સેટ થઈ ચૂક્યો હતો.

અસલમાં થયું એમ હતું કે, 13મી ઓવરમાં ક્રિસ મોરિસની બીજી બોલ ધવનના પેડ પર જઈને લાગી, જ્યાર બાદ બોલરે એલબીડબલ્યૂની અપીલ કરી, જોકે ધવન સમજી શક્યો નહી કે, બોલ કઈ તરફ ગઈ. આ દરમિયાન કોહલી રન લેવા માટે દોડી પડ્યો હતો. જ્યાર સુધી ધવન રન લેવા માટે દોડે તે પહેલા જ કોહલી અડધી પિચે આવી ગયો હતો. આ દરમિયાન પોઈન્ટ પર ઉભેલા મારક્રમે આગળ આવીને નોન સ્ટ્રાઈકર એન્ડ પર શાનદાર થ્રો કર્યો જે, સીધો વિકેટ પર જઈને લાગ્યો અને એમ્પાયરે ધવનને રન આઉટ આપી દીધો. ધવનને આઉટ કરાવવા માટે લોકોએ પછી ટ્વિટર પર કોહલીની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું.Published by:Mujahid Tunvar
First published: