કોહલીના કોચે પંતને આપી ચેતવણી, સાવધાન થઈ જા, હવે સમય આવી ગયો છે

કોહલીના કોચે પંતને આપી ચેતવણી, સાવધાન થઈ જા, હવે સમય આવી ગયો છે

ભારતના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું ખરાબ પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે પરેશાની બની રહ્યું છે

 • Share this:
  ભારતના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું (Rishabh Pant) પ્રદર્શન ટીમ ઇન્ડિયા (Team India)માટે પરેશાની બની રહ્યું છે. પંત વન-ડે હિટરના રુપમાં ટીમ ઇન્ડિયામાં આવ્યો હતો પણ કેટલાક સમયથી પોતાના અંદાજથી બિલકુલ વિપરિત જોવા મળી રહ્યો છે. સીમિત ઓવરમાં સતત ખરાબ પ્રદર્શનના કારણે તેની ટિકા થઈ રહી છે. એમએસ ધોની (MS Dhoni) પોતાની કારકિર્દીના અંતિમ પડાવ તરફ છે. પંતને તેના વિકલ્પના રુપમાં જોવામાં આવી રહ્યો છે. જોકે તે પોતાને ટીમમાં યોગ્ય સાબિત કરવામાં હજુ સુધી સફળ થયો નથી.K

  હવે તેની ઉપર મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સહિત દિગ્ગજોનું દબાણ જોવા મળી રહ્યું છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે સ્પષ્ટ કરી દીધું છે કે તેની નજર પંતના બેકઅપ પર છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli)ના બાળપણના કોચ રાજકુમાર શર્મા (Rajkumar Sharma)એ પંતને ચેતવણી આપી છે કે હવે સમય આવી ગયો છે કે પંત વધારે સાવધાની સાથે રમે.

  આ પણ વાંચો - રાંચીમાં લાઇટ કાપથી ધોનીની પત્ની સાક્ષી પરેશાન, ટ્વિટ કરીને જણાવી વાત

  રાજકુમારે સલાહ આપતા કહ્યું હતું કે જ્યારે પંત પોતાની મનપસંદ ટી-20 ફોર્મેટ રમી રહ્યો હોય તો તેણે વધારે સાવધાન થઈને રમવું જોઈએ. રવિ શાસ્ત્રી અને વિક્રમ રાઠોરે પંતને લઈને હાલમાં આપેલા નિવેદનો પર રાજકુમાર શર્માએ કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે પંતે સાવધાન થવું જોઈએ. ટી-20 તેની મનપસંદ ફોર્મેટ છે અને તે તેમાં જ પ્રદર્શન કરી શકતો નથી. તે એક મેચ વિનર ખેલાડી છે પણ દુર્ભાગ્યથી તે પ્રદર્શન કરી શકતો નથી. ડેકેન ક્રોનિકલ સાથે વાત કરતા કોહલીના કોચે કહ્યું હતું કે તેને પંત માટે અજીબ લાગી રહ્યું છે. કારણ કે તે જે રીતે રમી રહ્યો છે, તે ખતરનાક છે.
  Published by:Ashish Goyal
  First published: