Home /News /sport /

કોહલીએ બનાવ્યા 'વિરાટ' રેકોર્ડ, તોડી નાંખ્યા અનેક રેકોર્ડ

કોહલીએ બનાવ્યા 'વિરાટ' રેકોર્ડ, તોડી નાંખ્યા અનેક રેકોર્ડ

    વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર પોતાની બેટિંગથી એક પછી એક કેટલાક મોટા રેકોર્ડ પોતાના નામે કરી નાંખ્યા છે. આમ વિરાટ કોહલીએ ઘણા બધા રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધા છે.

    વિરાટ કોહલીએ સેન્ચ્યુરીન વનડેમાં 35મી સદી (અણનમ 129 રન) ફટકારવાની સાથે જ 6 વનડે મેચોની સિરીઝમાં કુલ 558 રન ફટકારી દીધા છે. આ સાથે જ તે કોઈ દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેને રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો જેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 6 મેચોની સિરીઝમાં 2013-14માં 491 રન બનાવ્યા હતા.

    આ કારનામું કરનાર પ્રથમ બેટ્સમેન

    - 300 રન દ્વિપક્ષીય વનડે સિરીઝમાં જહિર અબ્બાસ (પાક) વિરૂદ્ધ ભારત,1982
    - 400 રન દ્વિપક્ષીય વનડે સિરીઝમાં ડેસમંડ હેન્સ વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ, 1985
    - 500 રન દ્વિપક્ષીય વનડે સિરીઝમાં વિરાટ કોહલી, વિરૂદ્ધ સાઉથ આફ્રિકા 2018

    એક કેપ્ટનના રૂપમાં દ્વિપક્ષીય વનડે સિરીઝમાં સર્વાધિક રન

    - 558 રન વિરાટ કોહલી વિરૂદ્ધ સાઉથ આફ્રિકા- 2018
    - 478 રન જોર્જ બેલી વિરૂદ્ધ ભારત 2013-14
    - 367 રન એબી ડિવિલિયર્સ વિરૂદ્ધ પાક 2012-13
    - 358 રન એબી ડિવિલિયર્સ વિરૂદ્ધ ભારત 2015-16
    - 346 કેન વિલિયમ્સન વિરૂદ્ધ પાક 2014-15

    કેપ્ટનના રૂપમાં વનડેમાં સૌથી વધારે શતક

    - 22 રિકી પોન્ટિંગ - 220 ઈનિંગ
    - 13 વિરાટ કોહલી - 46 ઈનિંગ
    - 13 એબી ડિવિલિયર્સ - 98 ઈનિંગ
    - 11 સૌરવ ગાંગુલી - 143 ઈનિંગ
    - 10 સનથ જયસૂર્યા - 118 ઈનિંગ

    35મી શતક સચિન Vs વિરાટ

    - સચિન તેંડૂલકર 309 ઈનિંગમાં
    - વિરાટ કોહલી 200 ઈનિંગમાં
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: India Vs SA, Team india, Virat kohali

    આગામી સમાચાર