કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન, કોને મળશે તક, કોણ રહેશે બહાર

News18 Gujarati
Updated: June 4, 2019, 4:53 PM IST
કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન, કોને મળશે તક, કોણ રહેશે બહાર
કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન, કોને મળશે તક, કોણ રહેશે બહાર

સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે કયા 11 ખેલાડી બુધવારે મેદાન પર ઊતરશે

  • Share this:
વર્લ્ડ કપમાં સામેલ ભારત સિવાયની બધી ટીમોએ પોતાના અભિયાનની શરુઆત કરી દીધી છે. દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ તો બે-બે મેચ રમી ચૂક્યા છે. હવે ભારત 5 જૂનથી પોતાના અભિયાનની શરુઆત કરશે. ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. ભારતીય ટીમ સતત પ્રેક્ટિસ કરી રહી છે. દરેક કોમ્બિનેશનને અપનાવવામાં આવી રહ્યું છે. આવા સમયે સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે કયા 11 ખેલાડી બુધવારે મેદાન પર ઊતરશે.

સૌથી પહેલા સવાલ, નંબર ચાર ઉપર કોણ
નંબર ચારની ચર્ચા સૌથી વધારે ચાલી રહી છે. નંબર ચાર માટે વિજય શંકર, દિનેશ કાર્તિક, લોકેશ રાહુલ સહિત ઘણા ખેલાડી દાવેદાર છે. જોકે ટીમ મેનજમેન્ટે આ સ્થાન માટે લોકેશ રાહુલની પસંદગી કરી લીધી હોવાનું મનાય છે. બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચમાં સદી ફટકાર્યા પછી તેનું સ્થાન નિશ્ચિત લાગી રહ્યું છે. ઇંગ્લેન્ડથી મળી રહેલા રિપોર્ટ પ્રમાણે રાહુલે સોમવારે નેટ્સમાં ઘણો સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.

ભુવનેશ્વર હશે ત્રીજો ફાસ્ટર?
બીજો સવાલ બોલિંગ લાઇન અપને લઈને છે. મોસમની ભવિષ્યવાણી બતાવી રહી છે કે બુધવારે સાઉથમ્પટનમાં વાદળો છવાયેલા રહેશે. જો આમ થશે તો ભુવનેશ્વર કુમારનો ત્રીજા બોલર તરીકે સમાવેશ થઈ શકે છે. એવી અટકળો છે કે ત્રણ ફાસ્ટ બોલરો સાથે હાર્દિક પંડ્યાની હાજરી ભારતીય બોલિંગ આક્રમણને ધાર આપશે.

આ પણ વાંચો - આવી છે ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીઓની તાકાત અને નબળાઇઆ બધાની વચ્ચે પિચ ઉપર પણ ધ્યાન આપવું જરુરી છે. પિચનો રંગ ગ્રીન નથી, થોડા ભૂરા રંગની જોવા મળી રહી છે. જેથી મોટા સ્કોરની આશા રાખવામાં આવી રહી છે. આમ પણ છેલ્લી પાંચ વન-ડેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો એવરેજ સ્કોર 311 છે. ફાસ્ટ બોલરોની એવરેજ 58.4 અને ઇકોનોમી રેટ 6.4 છે. એવરેજ મામલે સ્પિનર થોડા પાછળ છે. તેમની એવરેજ 60.1 છે. જોકે ઇકોનોમી 6.0 સાથે શાનદાર છે.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપનો કાર્યક્રમ, જુઓ ક્યારે-ક્યારે રમશે મેચ

આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન
ઓપનર તરીકે શિખર ધવન અને રોહિત શર્મા નક્કી છે. આ પછી વિરાટ કોહલી અને લોકેશ રાહુલ, નંબર પાંચ પર મહેન્દ્રસિંહ ધોની, છઠ્ઠા નંબરે હાર્દિક પંડ્યા. આ પછી રવિન્દ્ર જાડેજા અને કેદાર જાધવમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. જાધવને સ્થાન મળશે તો નંબર પાચ ઉપર બેટિંગ કરી શકે છે. જોકે સંભવ છે કે સ્પિનર્સ સામે દક્ષિણ આફ્રિકા નબળું હોવાથી રવિન્દ્ર જાડેજાની તક મળી શકે છે.ત્રણ ફાસ્ટ બોલરો રમાડવામાં આવશે તો કુલદીપ યાદવ કે ચહલમાંથી કોઈ એકને સ્થાન મળશે. ફાસ્ટ તરીકે બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર રમશે.
First published: June 4, 2019, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading