Home /News /sport /IND vs SA: ભારતની આગામી ટેસ્ટ સીરિઝ પર લાગી શકે Omicronનું ગ્રહણ! જાણો શું છે મામલો

IND vs SA: ભારતની આગામી ટેસ્ટ સીરિઝ પર લાગી શકે Omicronનું ગ્રહણ! જાણો શું છે મામલો

IND Vs SA : ભારતીય ટીમને સાઉથ આફ્રિકામાં સુરક્ષિત રાખવા આફ્રિકાએ ઘડ્યો માસ્ટર પ્લાન

India vs South Africa Test Series : ભારતનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ લગભગ નજીક (India Tour of South Africa) જ છે. સાથે જ ભારતીય ટીમ માટે દક્ષિણ આફ્રિકા જવા બાબતે હજી પણ ઘણી યોજનાઓ લાગૂ કરવાની બાકી છે.

  IND vs SA :  ભારતનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ લગભગ નજીક (India Tour of South Africa) જ છે. સાથે જ ભારતીય ટીમ માટે દક્ષિણ આફ્રિકા જવા બાબતે હજી પણ ઘણી યોજનાઓ લાગૂ કરવાની બાકી છે. હાલ આ તમામ પરિસ્થિતીને જોતા BCCI પાસે હવે ક્રિકેટ સાઉથ આફ્રિકા Cricket South Africa (CSA) સાથે મળીને આ ટૂરને રિશિડ્યૂલ  (India Tour of SA Reschedule News )કરવા સિવાય કોઈ વિકલ્પ બાકી નથી. BCCI હવે એ જોવાના પ્રયત્ન કરી રહ્યું છે કે શું ત્રણ ટેસ્ટ મેચને ઘટાડીને 2 કરી શકાય તેમ છે, જો આવુ કરવામાં આવે તો ભારતીય ટીમને દ.આફ્રિકા જતા પહેલા સમય મળી રહેશે. આ અંગે કોઈ પણ જાણકારી આગામી 48 કલાકમાં આપવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે.

  ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ  :  ભારતીય ક્રિકેટ ટીમ હાલ 3 ટેસ્ટ, 3 વન ડે અને 4 ટી-20 રમવા પણ માટે અસહમતી દર્શાવી રહી છે. ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ બીજી ટેસ્ટ મેચ રમવા મુંબઈ આવેલા ખેલાડીઓને એ વાત ખબર હતી કે તેમને ત્વરિત ધોરણે બાયો બબલમાં જવાની ફરજ પડશે. આ અંગે ખેલાડીઓ તરફથી ઘણા બધા સવાલો કરવામાં આવ્યો જેનો કદાચ કોઈ જવાબ નથી.

  ખેલાડીઓ હાલ સવાલ ઉઠાવી રહ્યાં છે

  છેલ્લા ઘણા દિવસથી વહેતા થયેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટ અને સાઉથ આફ્રિકામાં તેના વધતા જતા કેસો અંગે ખેલાડીઓ હાલ સવાલ ઉઠાવી રહ્યાં છે. જો કે આ અંગે બીસીસીઆઈ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી ટૂર્નામેન્ટ એક સ્ટ્રીક્ટ બાયો બબલમાં યોજવામાં આવશે. આ સાથે જ દ. આફ્રિકામાં આ સિરીઝ વખતે ઓછા પ્રમાણમાં એર ટ્રાવેલ કરવું પડશે જે વધુ લોકોના સંપર્કમાં આવવાનો ખતરો ટાળશે.

  આ પણ વાંચો : PKL 2021: પ્રો કબડ્ડીની હરાજીમાં વેચાયેલા ટોપ 10 ખેલાડીઓ, સૌથી મોંઘો ખેલાડી 1.65 કરોડનો


  બે ટેસ્ટ અને વન ડે

  પ્રથમ 2 ટેસ્ટ મેચ જ્હોનિસબર્ગ અને સેન્ચુરિયનમાં જ્યારે ત્રીજી ટેસ્ટ અને વ્હાઈટ બોલ ક્રિકેટ કેપ ટાઉન અને પાર્લમાં યોજવામાં આવશે. આ તમામ સ્થળો એકબીજાની નજીક છે.  ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાડીઓને તેમના સવાલોના જવાબ આપવા જરૂરી છે. એ વાત સમજી શકાય છે કે આ તમામ સવાલોના જવાબ FAQમાં આપવા સરળ છે, બીસીસીઆઈ દ્વારા પણ આ વાત પર સહમતી દર્શાવવામાં આવી છે. જણાવી દઈએ કે આજ સુધી આવુ થયું નથી.

  મૂંઝવણ

  જ્યાં સુધી બીસીસીઆઈ તરફથી ખેલાડીઓને જવાબ આપવામાં નથી આવતા ત્યાં સુધી તમામ લોકોમાં મુંઝવણ જોવા મળશે, કેમ કે કોઈને પણ કોઈ જ માહિતી કે જાણકારી નથી. જો સાઉથ આફ્રિકાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટ પર નજર કરવામાં આવે તો તેમાં સુરક્ષા પર વધુ ભાર આપવામાં આવ્યો છે.

  આ પણ વાંચો : IPL 2022 Retention : ધોની-કોહલી કરતા પણ વધુ કિંમતે રિટેન થયા આ ખેલાડી, જાડેજાના સોટ્ટા

  બન્ને દેશોના સારા સંબંધ

  આ સ્ટેટમેન્ટમાં બન્ને દેશોના સારા સંબંધ વિશે જણાવાયું છે સાથે જ બીસીસીઆઈને પણ ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં તેમની રીતે તેમણે કહ્યું છે કે તમે આવો, તમારી સુરક્ષાનું ધ્યાન અમે રાખીશું. દ.આફ્રિકા મિનીસ્ટ્રી ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સ દ્વારા આ અઠવાડિયામાં બીસીસીઆઈને પત્ર લખવામાં આવ્યો હતો

  બીસીસીઆઈ આ પ્રવાસ માટે આશ્વસ્થ છે

  સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ આ પ્રવાસ માટે આશ્વસ્થ છે, સાથે જ યોજાનાર દરેક ટૂર્નામેન્ટ સ્ટ્રીક્ટ બાયો બબલમાં યોજવામાં આવશે. સુરક્ષાની ખાતરી દ.આફ્રિકાની સરકાર તરફથી આપવામાં આવી રહી છે સાથે જ સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલની સ્થિતીને જોતા ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા વધુ એક વખત પુનઃવિચારણા કરવાની જરૂર છે. કેમ કે હવે સમય ઓછો છે આ તમામ પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય તે જરૂરી છે.

  આ પણ વાંચો :  Pro Kabaddi League 2021 : પ્રો કબડ્ડી લીગ સિઝન-8ની તારીખ આવી, લાખોમાં ખરીદીયા છે ખેલાડીઓ

  બીસીસીઆઈએ પોતાના ખેલાડીઓને સમજાવવા પડશે

  સીએસએ દ્વારા તમામ ખાતરી આપવા છતાં બીસીસીઆઈએ પોતાના ખેલાડીઓને સમજાવવા પડશે. ખેલાડીઓને સેફટી પ્રોટોકોલ વિશે સમજાવવાની જરૂર છે, જે ફક્ત વાતચીત દ્વારા જ શક્ય છે અને ચિંતાનો વિષય એ છે કે હાલ સુધી વાતચીતના કોઈ અણસાર દેખાઈ રહ્યાં નથી. હાલ ઓફિસરો કોલકાતામાં 4 ડિસેમ્બરે યોજાનાર AGMની તૈયારીઓમાં વ્યસ્ત છે આ સાથે જ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ મિટીંગ પણ થવાની છે. તો આ તમામની વચ્ચે વાતચીત ક્યારે થશે તે મોટો પ્રશ્ન છે.

  ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં વ્યસ્ત

  બુધવારે ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં વ્યસ્ત થઈ જશે, જેને કારણે રૂબરૂ વાતચીતનો સમય નહીં મળે. આ તમામ કારણોને જોતા હવે બીસીસીઆઈ પાસે રિશેડ્યુલિંગ સિવાય કોઈ વિકલ્પ નથી. દક્ષિણ આફ્રિકાનો ભારતનો આ પ્રવાસ CSA અને તેની નાણાંકીય બાબતો માટે અત્યંત મહત્વનો રહેશે, ખાસ કરીને કોરોનાને કારણે તેમના દેશમાં સ્પોર્ટ્સ ઈકોનોમીપર ભારે અસર પડી રહી છે. જો ભારતનો આ પ્રવાસ રદ્દ થાય છે તો સીએસએ માટે આ એક ફટકો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, IND Vs SA, Omicron variant

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन