Home /News /sport /

India Vs South Africa: પહેલી ટેસ્ટ પહેલાં પીચે વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા , રાહુલ દ્રવિડે આપ્યો જીતનો મંત્ર- Video

India Vs South Africa: પહેલી ટેસ્ટ પહેલાં પીચે વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા , રાહુલ દ્રવિડે આપ્યો જીતનો મંત્ર- Video

India vs South Africa Test Series : સેન્ચુરિયનમાં ભારતની પહેલી ટેસ્ટ પહેલાં જોરદાર પ્રેક્ટિસ

ndia Vs South Africa: ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસનો Video, શામીના બાઉન્સર પર બોલ્યા ખેલાડી 'વાહ લાલા...'

    India Vs South Africa: સાઉથ આફ્રિકાના સેન્ચ્યુરિયનમાં આગામી 26મી ડિસેમબરથી ભારત સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાવાની છે. (IND vs SA first Test Match) પહેલી ટેસ્ટ પહેલાં ગુરૂ દ્રવિડ ટીમ ઈન્ડિયાને જોરદાર પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા રોજેરોજ પ્રેક્ટિસની તસવીરો અને વીડિયો મૂકવામાં આવે છે. આજે બીસીસીઆઈએ પ્રેક્ટિસનો એક વીડિયો મૂક્યો છે (BCCI Tweet India Practise Video) આ વીડિયોમાં કોહલી પ્રેક્ટિસ કરતો જોવા મળે છે તો શ્રેયસ ઐયર ચિંતામાં છે. જોકે, ગુરૂ રાહુલ દ્રવિડે જીતનો મંત્ર આપી દીધો છે.

    ભારતીય ટીમે સુપરસ્પોર્ટ પાર્ક સેન્ટર વિકેટ પર પ્રેક્ટિસ કરી હતી. આ પીચે બેટ્સમેનોની ચિંતા વધારી છે પરંતુ બોલરને ખૂબ મદદ અપાવશે. આ પ્રેક્ટિસ સેશનમાં વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, અજિંક્ય રહાણે, કે.એલ રાહુલ અને ચેતેશ્વર પૂજારાએ ખૂબ પ્રેક્ટિસ કરી હતી.

    શામીના બાઉન્સર પર બોલ્યા ખેલાડી વાહ લાલા....

    પ્રેક્ટિસ દરમિયાન મોહમ્મદ શામીએ એક જોરદાર બાઉન્સર ફેંક્યો હતો. આ બાઉન્સર પર વિરાટ કોહલીએ લેફ્ટ કરી હંસી નાખ્યું હતું તો સ્લિપમાં ઉભેલા ખેલાડીઓએ જોરથી કહ્યું હતું કે વાહ લાલા... ગુરૂ દ્રવિડ આ બોલિંગને ખૂબ નજીકથી જોઈ રહ્યા હતા.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, T20માં છે આ ખેલાડીઓની ધાક

    ગુરૂ દ્રવિડે આપ્યો જીતનો મંત્ર

    પ્રેક્ટિસ સેશન શરૂ કરતા પહેલાં જ ગુરૂ રાહુલ દ્રવિડે ખેલાડીઓને જીતનો મંત્ર આપ્યો હતો. તેમણે પોતાનું તમામ ધ્યાન પ્રેક્ટિસ પર કેન્દ્રિત કર્યુ છે. ખેલાડીઓને દ્રવિ઼ડે કહ્યું કે નેટમાં જ મેચ જેવી પ્રેક્ટિસ જીત અપાવશે.



    શ્રેયસ ઐયરે કહ્યું પીચ પર ખૂબ ઘાસ છે

    બેટિંગ કોચ વિક્રમ રાઠોડે જણાવ્યું કે અમને આશા છે કે આ પીચ પર તડકો આવતા સ્થિતિ બદલાશે. જોકે, એવું ન થાય અને મેદાન પર વાદળો જ જોવા મળે તો બૉલર્સને ખૂબ મજા આવશે. દરમિયાન શ્રેયસ ઐયરે કહ્યું કે પીચ પર ખૂબ ઘાસ છે. શ્રેયસની ચિંતા બેટ્સમેન માટે હતા

    આ પણ વાંચો : Year Ender 2021:AB ડિવિલયર્સથી લઈને DJ બ્રાવો સુધી આ પાંચ ખેલાડીએ 2021માં લીધી નિવૃત્તિ

    સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમ

    વિરાટ કોહલી (કેપ્ટન) કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, પ્રિયાંક પંચાલ, અજિંક્યા રહાણે, શ્રેયસ ઐયર, હનુમાન વિહારી, રિષભ પંત, રિદ્ધીમાન સાહા, આર.અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ

    સ્ટેન્ડબાય : નવદિવ સૈની, સૌરભ કુમાર, દિપક ચહર, અરઝાન નાગવાસવાલા
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, IND Vs SA

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन