Home /News /sport /

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરીઝ રદ, IPL 2021ને કારણે લેવાયો નિર્ણય

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરીઝ રદ, IPL 2021ને કારણે લેવાયો નિર્ણય

  નવી દિલ્લી: ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa)ની વચ્ચે સપ્ટેમ્બરમાં યોજાવનારી ટી-20 સીરીઝ રદ કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઈએ નિર્ણય કર્યો છે કે, આઇપીએલ 2021 શિફ્ટ થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટી-20 સીરીઝમાં ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતની તૈયારી માટે કરવામાં આવી હતી. પરંતું હવે આઇપીએલ 2021ની બાકીને મેચો સપ્ટેમ્બરમાં આયોજીત થવાથી જેને ટી-20 વર્લ્ડ કપ પહેલા બીસીસીઆઈ સારુ માને છે.

  બીસીસીઆઈનાં સૂત્રોએ કહ્યું છે કે, "ભારત-દક્ષિણ આફ્રિકા શ્રેણી કોઈપણ રીતે થવાની ન હતી અને ટી -20 વર્લ્ડ કપની તૈયારી માટે આઇપીએલથી વધુ કશું સારું થઈ શકે નહીં." સમાચાર અનુસાર આઇપીએલ યુએઈમાં યોજાશે, જેની શરૂઆત 19 અથવા 20 સપ્ટેમ્બરથી થઈ શકે છે. 10 ઓક્ટોબરે ફાઇનલ મેચ રમી શકાશે. તે પછી ટૂંક સમયમાં ટી 20 વર્લ્ડ કપ શરૂ થશે, આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા શ્રેણીનું આયોજન કરવું અશક્ય છે. જોકે, આ સમાચાર અંગે બીસીસીઆઈ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. જો દક્ષિણ આફ્રિકા ટી 20 શ્રેણી રદ કરવામાં આવે છે, તો બીસીસીઆઈ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર વધુ મેચ રમી શકે છે.

  ટી -20 વર્લ્ડ કપ બાદ ભારતની ઘરેલુ સીઝન ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝથી થશે. જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે, નવેમ્બરમાં યોજાનારી આ સિરીઝનું શિડ્યુલ પણ બદલાઈ શકે છે. જ્યારે ટી-20 વર્લ્ડ કપ સમાપ્ત થશે, ત્યારે શ્રેણીનું શેડ્યૂલ આના પર નિર્ભર રહેશે. આ સિવાય ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ પણ ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ સીરીઝનું ભવિષ્ય નક્કી કરશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: India vs South Africa, Ipl 2021, ક્રિકેટ ન્યૂઝ

  આગામી સમાચાર