Home /News /sport /

IND vs SA T20 Series: ગુરુવારથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણી, જાણો કઇ ટીમ ટીમનું પલડું છે ભારે

IND vs SA T20 Series: ગુરુવારથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણી, જાણો કઇ ટીમ ટીમનું પલડું છે ભારે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચોની ટી-20 શ્રેણી (INd vs SA T20 Series) 9 જૂનથી શરૂ થશે (BCCI Twitter)

India vs South Africa T20 Series : ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે, એલ રાહુલ ટીમની આગેવાની સંભાળશે

નવી દિલ્હી : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચોની ટી-20 શ્રેણી (INd vs SA T20 Series) 9 જૂનથી શરૂ થશે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને કેએલ રાહુલ ટીમની આગેવાની (KL Rahul) સંભાળશે. વિરાટ કોહલી (Virat Kohli) અને જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah)ને પણ આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ભારત પર સિરીઝ જીતવાનું દબાણ રહેશે. ટીમ ઈન્ડિયામાં કેટલાક નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જેમાં ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ સામેલ છે. લગભગ ચાર વર્ષ બાદ દિનેશ કાર્તિકની ટીમમાં વાપસી થઈ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 મેચના આંકડાઓના (india record against south africa in T20) આધારે જાણીએ કે કઈ ટીમ કોના પર ભારે પડશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 15 ટી20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 9 અને દક્ષિણ આફ્રિકાએ 6 મેચ જીતી છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે કોઈ મેચ ટાઈ થઈ ન હતી કે અનિર્ણિત રહી નથી. આ આંકડા દર્શાવે છે કે T20 શ્રેણીમાં ભારતથી આગળ નીકળવા માટે સાઉથ આફ્રિકાને થોડી વધુ કમર કસવી પડી શકે છે.

આફ્રિકાથી આગળ છે ભારત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 6 ટી-20 શ્રેણી રમાઈ છે. જેમાં એક મેચથી લઈને 3 મેચની સીરિઝનો સમાવેશ થાય છે. ભારતે 2006-07, 2010-11 અને 2017-18માં દક્ષિણ આફ્રિકાને T20 શ્રેણીમાં હરાવ્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 2011-12 અને 2015-16ની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. આ દરમિયાન 2019-20માં બંને દેશો વચ્ચે રમાયેલી T20 સીરિઝ ડ્રો થઇ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 T20 મેચોની સીરીઝ પ્રથમ વખત રમાશે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાના બેટિંગ ક્રમમાં થશે ફેરફાર? દિનેશ કાર્તિકના રૂપમાં મળ્યો છે વિકલ્પ

હાઇએસ્ટ ટોટલમાં આગળ છે આફ્રિકન ટીમ

T20માં બંને દેશો વચ્ચેની મેચમાં સૌથી વધુ ટોટલની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત કરતા આગળ છે. સાઉથ આફ્રિકાની ટીમે ભારત સામેની T20 મેચમાં બે વખત 200થી વધુ રન બનાવ્યા છે. 30 માર્ચ 2012ના રોજ જોહાનિસબર્ગમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે 219 રન બનાવ્યા હતા. 2 ઓક્ટોબર 2015ના રોજ દક્ષિણ આફ્રિકાએ ધર્મશાલામાં 3 વિકેટે 200 રન બનાવ્યા હતા. ભારતે અત્યાર સુધી માત્ર એક જ વાર દક્ષિણ આફ્રિકા સામે 200 રનનો આંકડો પાર કર્યો છે. 18 ફેબ્રુઆરી 2018ના રોજ જોહાનિસબર્ગમાં રમાયેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે 203 રન બનાવ્યા હતા.

આ છે સૌથી વધુ રન બનાવનાર પ્લેયર

રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ભારત તરફથી T20માં સૌથી વધુ 362 રન બનાવ્યા છે. આ ઉપરાંત સુરેશ રૈનાએ 339, વિરાટ કોહલીએ 254, શિખર ધવને 233 અને ધોનીએ 204 રન બનાવ્યા છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા તરફથી જેપી ડ્યુમિનીએ ભારત સામે સૌથી વધુ 295 રન બનાવ્યા છે. તેના સિવાય એબી ડી વિલિયર્સે 208, ફરહાન બેહરેદિને 146, ફાફ ડુ પ્લેસિસે 143 અને જેક કાલિસે 140 રન બનાવ્યા હતા. હાલ આમાંથી મોટા ભાગના ક્રિકેટરો નિવૃત થઇ ચૂક્યા છે.
First published:

Tags: IND Vs SA, Sports news

આગામી સમાચાર