Home /News /sport /INDvsSA: દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરનો ધબડકો, કે રાહુલનું ફરી સૂરસુરિયું
INDvsSA: દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરનો ધબડકો, કે રાહુલનું ફરી સૂરસુરિયું
લોકેશ રાહુલ વધુ એક વખત નિષ્ફળ
INDvsSA: આજે ટી-20 વર્લ્ડકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં ભારતનો બેટિંગ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. ટોપ ઓર્ડરનો ફિયાસ્કો થયો હતો અને 49 રનના સ્કોરે અડધી ટીમ પેવેલિયનભેગી થઈ ગઈ હતી.
T20 World Cup 2022 માં આજે દક્ષિણ આફ્રિકા સામે પોતાની ત્રીજી મેચ રમવા ઉતરેલી ભારતીય ક્રિકેટ ટીમની મજબૂત બેટિંગ લાઇન અપનો આજે ભારે શરમજનક ધબડકો થયો હતો. ઓપનર્સ સસ્તામાં આઉટ થયા બાદ પાછળ પાછળ ઇન ફોર્મ બેટ્સમેન વિરાટ કોહલી અને વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ જ મેચ રમી રહેલા બેટર દિપક હુડા આઉટ થઈ ગયા હતા. ભારતીય ટીમનો સ્કોર 50 થાય એ પહેલા જ 49 રનના સ્કોર પર ભારતની અડધી ટિમ પેવેલિયનભેગી થઈ ગઈ હતી.
પર્થમાં રમાઈ રહેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં દિપક હુડાને સ્થાન મળ્યું છે. અને ગુજરાતી ખેલાડી અક્ષર પટેલને બહાર રાખવામા આવ્યો હતો.
તકનો લાભ ન ઉઠાવી શક્યો હુડા
દિપક હુડા ઝીરો રને આઉટ થયો હતો જેના કારણે આ વર્લ્ડકપમાં પોતાની પહેલી જ મેચમાં તે તકનો લાભ લેવામાં સદંતર નિષ્ફળ રહ્યો હતો.
લોકેશ રાહુલ સતત નિષ્ફળ
ટીમનો ઓપનર લોકેશ રાહુલ વધુ એક વખત નિષ્ફળ ગયો છે. વર્લ્ડ કપમાં તેના ટીમમાં સ્થાન અને તેની ભૂમિકાના કારણે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સતત નિરાશાજનક પ્ર્દર્શન બાદ હવે ટીમમાંથી પડતો મૂકવાની માંગ થઈ રહી છે.
દિનેશ કાર્તિક પણ નિષ્ફળ
બીજા બધા બેટ્સમેનો પોતાનો જલવો એકાદ વખત તો બતાવી ચૂક્યા છે પણ દિનેશ કાર્તિક હજુ પોતાની તોફાની બેટિંગનો પરિચય કરાવી શક્યો નથી. આજે પણ દિનેશ કાર્તિક નિષ્ફળ ગયો હતો. જેના કારણે ફરી એક વખત વિકેટકીપર બેટ્સમેનના સ્થાન પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
T20 World Cup માં આજે રવિવારે ગ્રૂપ-2માં ત્રણ મહત્વની મેચ રમાઈ. એમાંથી બે મેચો તો પર્થમાં જ યોજાઇ છે. પર્થમાં દિવસની પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડસ વચ્ચે થશે. જ્યારે બીજી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે. આ મેદાન ભારત માટે અનેક રીતે મહત્વનુ છે. પાકિસ્તાનની આ જ મેદાન પર ઝીમ્બાબ્વે સામે શરમજનક હાર થઈ હતી.
ભારત તરફથી અક્ષર પટેલના સ્થાને દિપક હુડાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. અક્ષર પટેલની બોલિંગથી પ્રોટીયસ ઘણાખરા પરિચિત છે અને તેની તૈયારી કરીને આવે તેવી શક્યતા છે પણ એવા સમયે દિપક હુડાને ટીમમાં એડ કરવામાં આવતા એક સરપ્રાઈઝ એલિમેન્ટ ઉમેરવામાં આવ્યું હતું.
આફ્રિકાની ટીમમાં પણ એક ફેરફાર
તો બીજી તરફ સાઉથ આફ્રિકા તરફથી પણ એક મોટો ફેરફાર ટીમમાં કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમમાં ઇંગિડીને સ્થાન મળ્યું છે. તબરેઝ શમસીને પડતો મૂકવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર