IND vs SA Second test Live Score: સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં (IND vs SA Second Test Day-2) રમાઈ રહેલી ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ અત્યારસુધી સંપૂર્ણપણે બૉલરોના (IND vs SA Second Test Wickets) પકડમાં રહી છે. જ્હોનિસબર્ગનું વાન્ડરર્સ સ્ટેડિયમ જે ભારત માટે વિદેશની ધરતી પર ખાસ કરીને સાઉથ આફ્રિકામાં કિલ્લો માનવામાં આવતું હતું ત્યાં કિંગ કોહલીની ગેરહાજરીમાં ભારત માત્ર 202 રનમાં ધ્વસ્ત થઈ ગયું હતું. પરંતુ આ પીચ આ ટેસ્ટમાં બેટિંગ પીચ તરીકે ઉભરી આવી નથી. વાન્ડરર્સ ખરેખરમાં બોલરો માટે વન્ડર કરી રહ્યું છે. ભારત બાદ સાઉથ આફ્રિકાની બેટિંગ લાઇન અપનો પણ આ પીચ પર ધબડકો થઈ ગયો છે. સાઉથ આફ્રિકાના સાત ચિત્તા 191 રનમાં ઘરભેગા થઈ ગયા છે. બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના (IND vs SA Second test Shardul Thakur Wickets) પાંચ ખેલાડીઓને આઉટ કરી અને શાર્દુલ ઠાકુરે પંજો માર્યો છે
શેર શાર્દુલનો 'પંજો' પડતા આફ્રિકા ઢેર
બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની સંગીન શરૂઆત પર ભારતના શેર શાર્દુરનો પંજો પડ્યો છે. પંજો પાંચ વિકેટનો છે. શાર્દુલે અત્યારસુધીમાં આફ્રિકાના પાંચ ખેલાડીને આઉટ કર્યા છે. કેપ્ટન ડીન એલ્ગર, કીગન પીટરસન, રૈસી વૈન ડર ડુસેન, ટેમ્બા બવુમા, કાઇલ વેરેયેને આ પાંચ ખેલાડીઓને એકલા હાથે આઉટ કરી શાર્દુલે પાંચ વિકેટનો પંજો લીધો છે.
સાઉથ આફ્રિકા ખાસ લીડ નહીં લઈ શકે
બીજી તરફ મોહમ્મદ શામીએ ઓપનર માર્કરમ અને કગિસો રબાડાને આઉટ કરી અને બે વિકેટ અત્યારસુધીમાં લીધી છે. આ લખાઈ રહ્યું ત્યાર સુધીની સ્થિતિ જોતા આફ્રિકા ખાસ લીડી કરી શકે તેવું લાગતું નથી.
જ્હોનિસબર્ગના વાન્ડર્સ સ્ટેડિયમની પીચ બોલરો માટે સ્વર્ગ સાબિત થઈ છે. અહીંયા રમતના પોણા બે દિવસમાં 17 વિકેટ પડી છે. પ્રથમ દિવસે ભારતની 10 અને સાઉથ આફ્રિકાની એક અને બીજા દિવસે આફ્રિકાની અત્યારસુધીમાં 6 વિકેટ પડી જતા કુલ 17 વિકેટ પડી ગઈ છે. આમ બોલરોના સ્વર્ગ વોન્ડરર્સની બીજી ઈનિંગ નિર્ણાયક રહેશે.
દરમિયાન આ ટેસ્ટમાં ભારતની બીજી ઈનિંગમાં ટેસ્ટ એકસપર્ટ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે માટે આખરી મોકો છે. ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ટેસ્ટ જાયન્ટ્સ જો આ ક્રમે નિષ્ફળ રહે તો આગામી ટેસ્ટમાં તેમની પડતી કોઈ રોકી નહીં શકે. પૂર્વ કેપ્ટન ગાવસ્કર આ અંગે ચીમકી ઉચ્ચારી ચુક્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર