IND vs SA : ધર્મશાલા ટી-20 પર સંકટના વાદળો, સતત ત્રણ દિવસ વરસાદ!

News18 Gujarati
Updated: September 13, 2019, 4:23 PM IST
IND vs SA : ધર્મશાલા ટી-20 પર સંકટના વાદળો, સતત ત્રણ દિવસ વરસાદ!
IND vs SA : ધર્મશાલા ટી-20 પર સંકટના વાદળો, સતત ત્રણ દિવસ વરસાદ!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-20 મુકાબલો 15 સપ્ટેમ્બરથી ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

  • Share this:
ભારતીય ક્રિકેટ પ્રેમી દક્ષિણ આફ્રિકા સામે (India vs South Africa) 15 સપ્ટેમ્બરથી શરુ થનાર ટી-20 શ્રેણી (T20 Series)ની રાહ જોઈ રહ્યા છે. જોકે પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-20 મુકાબલો 15 સપ્ટેમ્બરથી ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમ(Dharamsala Cricket Stadium) માં રમાશે. આ મેદાની પિચ ફાસ્ટ બૉલરને મદદરુપ માનવામાં આવે છે. જોકે મેચ પહેલા બંને ટીમો મોસમના કારણે ચિંતિંત છે.

ટીમ ઇન્ડિયા (Team India)ટી-20 શ્રેણીથી ઘરેલુ સત્રની શરુઆત કરવા જઈ રહી છે. જોકે મોસમ વિભાગે આ મેચને લઈને ચેતવણી જાહેર કરી છે. મોસમ વિભાગના મતે ધર્મશાલામાં (Dharamsala)મેચના બે દિવસ પહેલા ભારે વરસાદની સંભાવના છે. જે ત્રીજા દિવસે પણ યથાવત્ રહેશે. જેથી પ્રથમ ટી-20 મુકાબલામાં વરસાદ પડે તેવી સંભાવના વધારે છે. વરસાદના કારણે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના મેદાનકર્મીઓ માટે પણ મેચ પૂરી કરવાનો મોટો પડકાર રહેશે.

એક વખત વરસાદ શરુ થઈ ગયો તો તે ઘણા દિવસો સુધી યથાવત્ રહેશે. બંને ટીમો આ મુકાબલા માટે પોત-પોતાની તૈયારીમાં લાગી ગઈ છે. જોકે હકીકત એ છે કે તમારે પિચને તૈયાર કરવા માટે ઓછામાં ઓછા છ થી સાત દિવસની જરુર હોય છે. પણ વરસાદની સંભાવનાના કારણે મેદાનકર્મીઓના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે.

આ પણ વાંચો - ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, રાહુલ આઉટ, શુભમન ગિલનો સમાવેશ

સૂત્રોના મતે આ મેદાન ઉપર ફાસ્ટ બૉલરોને મદદ મળે છે પણ જો પિચ ઉપર લાંબા સમય સુધી કવર ઢાંકીલા રહેશે તો તેની ઉપર તડકો આવશે નહીં, જેથી પિચ પર ફાસ્ટ બૉલરોને વધારે મદદ મળે તેવી સંભાવના વધી જશે. જો આમ થયું અને મેચ શરુ થશે તો આ મુકાબલામાં બૉલરોનો દબદબો જોવા મળી શકે છે.

બુમરાહને આરામ
Loading...

ટીમ ઇન્ડિયાએ આ શ્રેણી માટે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ખલીલ અહમદ, દીપક ચાહર અને નવદીપ સૈનીને ટીમમાં સ્થાન મળ્યું છે.
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...