IND vs SA : દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 395 રનનો પડકાર

રોહિત શર્માના 149 બોલમાં 10 ફોર અને 7 સિક્સર સાથે 127 રન, ભારતના 395 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 11/1

News18 Gujarati
Updated: October 5, 2019, 5:32 PM IST
IND vs SA : દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 395 રનનો પડકાર
રોહિત શર્માના 149 બોલમાં 10 ફોર અને 7 સિક્સર સાથે 127 રન, ભારતના 395 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 11/1
News18 Gujarati
Updated: October 5, 2019, 5:32 PM IST
પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં રોહિત શર્માની સદી (127) અને ચેતેશ્વર પૂજારાના 81 રનની મદદથી ભારતે ચોથા દિવસના અંતે દક્ષિણ આફ્રિકા સામે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતે આપેલા 395 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાએ ચોથા દિવસના અંતે 9 ઓવરમાં 1 વિકેટે 11 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકા હજુ 384 રન પાછળ છે અને તેની 9 વિકેટ બાકી છે. દિવસના અંતે માર્કરામ 3 અને બ્રુયન 5 રને રમતમાં છે. એલ્ગર 2 રને જાડેજાનો શિકાર બન્યો હતો.

આ પહેલા ભારતે 4 વિકેટે 323 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આમ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે ભારતે 395 રનનો પડકાર મળ્યો હતો. ભારતને પ્રથમ દાવમાં 71 રનની લીડ મળી હતી.

બીજા દાવમાં ભારતની શરુઆત ખરાબ રહી હતી. મયંક અગ્રવાલ 7 રન બનાવી કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. ભારતે 21 રને પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. રોહિતે 72 બોલમાં અને પૂજારાએ 106 બોલમાં અડધી સદી ફટકારી હતી. પૂજારા સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે 81 રને ફિલાન્ડરનો શિકાર બન્યો હતો. પૂજારાએ 148 બોલમાં 13 ફોર અને 2 સિક્સર સાથે 81 રન બનાવ્યા હતા. પૂજારા અને રોહિત વચ્ચે બીજી વિકેટ માટે 169 રનની ભાગીદારી નોંધાઈ હતી.

રોહિત શર્મા 149 બોલમાં 10 ફોર અને 7 સિક્સર ફટકારી 127 રને આઉટ થયો હતો. આ પહેલા રોહિત શર્માએ 133 બોલમાં 9 ફોર અને 4 સિક્સર સાથે 100 રન પૂરા કર્યા હતા. રોહિતે પ્રથમ દાવમાં પણ સદી ફટકારી હતી. ચોથા ક્રમે આવેલો જાડેજા 40 રને આઉટ થયો હતો. વિરાટ કોહલી 31 અને રહાણે 27 રને અણનમ રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકા 431 રનમાં આઉટ
દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસે 8 વિકેટે 385 રનથી આગળ રમવાનું શરુ કરતા ચોથા દિવસે વધુ 46 રન ઉમેરી 431 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતને પ્રથમ દાવમાં 71 રનની લીડ મળી હતી. ભારત તરફથી અશ્વિને સૌથી વધારે 7 વિકેટ ઝડપી હતી. જાડેજાએ 2 અને ઇશાંત શર્માએ 1 વિકેટ ઝડપી હતી.
First published: October 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...