IND vs SA : એલ્ગર-ડી કોકની સદી, દક્ષિણ આફ્રિકાનો વળતો પ્રહાર

એલ્ગરના 287 બોલમાં 18 ફોર અને 4 સિક્સર સાથે 160 રન, ડી કોકના 111 રન, અશ્વિને 5 વિકેટ

News18 Gujarati
Updated: October 4, 2019, 5:14 PM IST
IND vs SA : એલ્ગર-ડી કોકની સદી, દક્ષિણ આફ્રિકાનો વળતો પ્રહાર
એલ્ગરના 287 બોલમાં 18 ફોર અને 4 સિક્સર સાથે 160 રન, ડી કોકના 111 રન, અશ્વિને 5 વિકેટ
News18 Gujarati
Updated: October 4, 2019, 5:14 PM IST
ડીન એલ્ગર (160) અને ક્વિન્ટોન ડી કોક (111)ની સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે વળતો પ્રહાર કર્યો છે. ભારતના 502 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસના અંતે 8 વિકેટે 385 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકા હજુ 117 રન પાછળ છે અને તેની 2 વિકેટો બાકી છે. દિવસના અંતે મુથસુમી 12 અને કેશવ મહારાજ 3 રને રમતમાં છે.

દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 39 રનથી ત્રીજા દિવસની શરુઆત કરી હતી. બાવુમા 18 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 63 રને ચોથી વિકેટ ગુમાવી હતી. ડીન એલ્ગરે (Dean Elgar) એક છેડો સાચવી રાખતા 175 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે 100 રન પૂરા કર્યા હતા. પ્લેસિસે તેને સાથ આપતા અડધી સદી ફટકારી હતી. જોકે પ્લેસિસ અડધી સદી ફટકારી 55 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. એલ્ગર અને પ્લેસિસ વચ્ચે પાંચમી વિકેટ માટે 115 રનની ભાગીદારી નોંધાઈ હતી.

આ પણ વાંચો - પ્રશંસકના આખા શરીર ઉપર પોતાના ટેટૂ જોઈ ભાવુક થયો કોહલી, ભેટી પડ્યો

પ્લેસિસ આઉટ થયા પછી ક્વિન્ટોન ડી કોકે (Quinton de Kock) એલ્ગરનો સાથ આપીને બાજી સંભાળી હતી. બંનેએ ટીમનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. જાડેજાએ એલ્ગરને 160 રને આઉટ કરી આ જોડીને તોડી હતી. એલ્ગરે 287 બોલમાં 18 ફોર અને 4 સિક્સર સાથે 160 રન બનાવ્યા હતા. એલ્ગર અને ડી કોક વચ્ચે 164 રનની ભાગીદારી નોંધાઈ હતી.  ડી કોકે 149 બોલમાં 15 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી  હતી. સદી બાદ ડી કોક 111 રને અશ્વિનો શિકાર બન્યો હતો.

ભારત તરફથી અશ્વિને 5 વિકેટ, જાડેજાએ 2 વિકેટ અને ઇશાંત શર્માએ 1 વિકેટ ઝડપી છે.
First published: October 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...