IND vs SA : રોહિત શર્માની સદી, દિવસના અંતે ભારતનો સ્કોર 202/0

News18 Gujarati
Updated: October 2, 2019, 4:08 PM IST
IND vs SA : રોહિત શર્માની સદી, દિવસના અંતે ભારતનો સ્કોર 202/0
રોહિતે ટેસ્ટ કારકિર્દીમાં ચોથી સદી ફટકારી

પ્રથમ ટેસ્ટ - રોહિત શર્મા 115 અને મયંક અગ્રવાલ 84 રને રમતમાં

  • Share this:
રોહિત શર્મા (115*)ની સદી અને મયંક અગ્રવાલની અડધી સદી (84*)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 202 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 115 અને મયંક અગ્રવાલ 84 રને રમતમાં છે. વરસાદના કારણે પ્રથમ દિવસે 59.1 ઓવરની રમત જ શક્ય બની હતી.

રોહિત શર્માએ 154 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા. રોહિતે ટેસ્ટમાં ઓપનિંગમાં આવીને પ્રથમ ઇનિંગ્સમાં જ સદી ફટકારી છે. ઓપનર તરીકે ટેસ્ટ કારકિર્દીમાં આ તેની પ્રથમ સદી છે.

આ પણ વાંચો - IND vs SA: પ્રથમ ટેસ્ટમાં વરસાદનો ખતરો, જાણો પાંચેય દિવસ કેવું રહેશે મોસમ

રોહિત શર્મા આ સાથે ભારતીય ઓપનરોના ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તે ઓપનર તરીકે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બૅટ્સમેન બન્યો છે. આ પહેલા શિખર ધવન, લોકેશ રાાહુલ અને યુવા ખેલાડી પૃથ્વી શો આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

રોહિતે ટેસ્ટ કારકિર્દીમાં ચોથી સદી ફટકારી છે. તે લગભગ બે વર્ષ પછી ટેસ્ટમાં સદી ફટકારવા સફળ રહ્યો છે. આ પહેલા નવેમ્બર 2017માં શ્રીલંકા સામે નાગપુરમાં 102 રનની ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો - કોહલીએ હિંમત બતાવી કહી દેવું જોઈએ કે ધોની હવે ટીમમાં ફિટ બેસતો નથી - ગંભીરભારતીય ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઋદ્ધિમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर