ત્રીજી ટેસ્ટ : રોહિત શર્માની બેવડી, ભારત મજબૂત સ્થિતિમાં

ત્રીજી ટેસ્ટ : રોહિત શર્માની બેવડી, ભારત મજબૂત સ્થિતિમાં
રોહિત શર્માના 212 રન, અજિંક્ય રહાણેના 115 રન, ભારત - 497/9 ડિકલેર, દક્ષિણ આફ્રિકા - 9/2

રોહિત શર્માના 212 રન, અજિંક્ય રહાણેના 115 રન, ભારત - 497/9 ડિકલેર, દક્ષિણ આફ્રિકા - 9/2

 • Share this:
  રાંચી : રોહિત શર્માની બેવડી સદી (212) અને અજિંક્ય રહાણેની સદી (115)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતના 497 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 2 વિકેટ ગુમાવી 9 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા હજુ 488 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. દિવસના અંતે હમઝા 00 અને પ્લેસિસ 01 રને રમતમાં છે. ઝાંખા પ્રકાશના કારણે મેચ વહેલી બંધ કરવી પડી હતી.

  મોહમ્મદ શમીએ બીજા જ બોલે એલ્ગર (00)ને આઉટ કરીને ભારતને સફળતા અપાવી હતી. આ પછી ઉમેશ યાદવે ડી કોકને 4 રને આઉટ કરી બીજી સફળતા અપાવી હતી. દક્ષિણ આફ્રિકાએ 8 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.  ભારતના 9 વિકેટે 497 ડિકલેર
  રોહિત શર્માની બેવડી સદી (212) અને અજિંક્ય રહાણેની સદી (115)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દાવ 9 વિકેટે 497 રન બનાવી ડિકલેર કર્યો હતો. ભારતે બીજા દિવસે 3 વિકેટે 224 રનથી દિવસનો પ્રારંભ કર્યો હતો. રોહિત અને રહાણેએ શાનદાર બેટિંગ જારી રાખી હતી. રોહિતે 249 બોલમાં 28 ફોર અને 5 સિક્સર સાથે 200 રન પૂરા કર્યા હતા.

  આ પણ વાંચો - રોહિતે સિક્સર સાથે બેવડી સદી પૂરી કરી ઈતિહાસ રચ્યો, બ્રેડમેનને પણ પાછળ છોડ્યા

  રોહિતે ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી. બીજી તરફ રહાણેએ 169 બોલમાં 14 ફોર અને 1 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા. રોહિત 212 અને રહાણે 115 રને આઉટ થયા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી નોંધાવી હતી.

  જાડેજાએ 51 અને ઉમેશ યાદવે 10 બોલમાં 5 સિક્સર સાથે 31 રન બનાવી ભારતનો સ્કોર 497 રને પહોંચાડ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી લિનડેએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી.
  First published:October 20, 2019, 15:36 pm

  टॉप स्टोरीज