ત્રીજી ટેસ્ટ: રોહિત શર્માની સદી, ભારતના 3 વિકેટે 224 રન

News18 Gujarati
Updated: October 19, 2019, 4:09 PM IST
ત્રીજી ટેસ્ટ: રોહિત શર્માની સદી, ભારતના 3 વિકેટે 224 રન
રોહિત શર્માના અણનમ 117, રહાણેના 83*, વિરાટ કોહલી 12 રને આઉટ

રોહિત શર્માના અણનમ 117, રહાણેના 83*, વિરાટ કોહલી 12 રને આઉટ

  • Share this:
રાંચી : રોહિત શર્માની અણનમ સદી (117) અને અજિંક્ય રહાણેની અણનમ અડધી સદી (83)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 224 રન બનાવી લીધા છે. દિવસના અંતે રોહિત શર્મા 117 અને રહાણે 83 રને રમતમાં છે. ખરાબ લાઇટના કારણે પ્રથમ દિવસે 58 ઓવરની રમત જ શક્ય બની હતી.

ભારતનો કેપ્ટન વિરાટ કોહલી વધુ એક વખત ટોસ જીતવા સફળ રહ્યો હતો. વિરાટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી શાહબાઝ નદીમે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ભારતની શરુઆત ખરાબ રહેતા મયંક અગ્રવાલ 12 રન બનાવી આઉટ થયો હતો. પૂજારા ખાતું પણ ખોલાવ્યા વગર રબાડાનો શિકાર બન્યો હતો. ભારતે 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો - હવે ટીમ ઇન્ડિયા માટે ક્યારેય નહીં રમી શકે એમએસ ધોની!

કેપ્ટન વિરાટ કોહલી પણ ખાસ કમાલ ન કરી શકતા 12 રને નોર્તજેની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ભારતે 39 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી શાનદાર ફોર્મમાં રહેલા રોહિત શર્મા અને રહાણેએ બાજી સંભાળી હતી. રોહિતે શાનદાર બેટિંગ કરતા 130 બોલમાં 13 ફોર અને 4 સિક્સર સાથે સદી ફટકારી હતી. રોહિતે ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. બીજી તરફ રહાણેએ 70 બોલમાં 8 ફોર સાથે 50 રન પૂરા કર્યા હતા. રહાણે અને રોહિતે 185 રનની અણનમ ભાગીદારી નોંધાવી રકાસ ખાળ્યો હતો.

દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ 2 વિકેટ અને નોર્તજેએ 1 વિકેટ ઝડપી હતી.
First published: October 19, 2019, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading