બીજી ટેસ્ટ : દક્ષિણ આફ્રિકા 275 રનમાં આઉટ, ભારતને 326 રનની લીડ

News18 Gujarati
Updated: October 12, 2019, 5:12 PM IST
બીજી ટેસ્ટ : દક્ષિણ આફ્રિકા 275 રનમાં આઉટ, ભારતને 326 રનની લીડ
મહારાજ અને ફિલાન્ડરે નવમી વિકેટ માટે 109 રનની ભાગીદારી નોંધાવી, અશ્વિને 4 વિકેટ ઝડપી

મહારાજ અને ફિલાન્ડરે નવમી વિકેટ માટે 109 રનની ભાગીદારી નોંધાવી, અશ્વિને 4 વિકેટ ઝડપી

  • Share this:
બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે પોતાની પકડ વધારે મજબૂત બનાવી લીધી છે. ભારતના 601 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકા 275 રનમાં ઓલઆઉટ થતા ભારતને પ્રથમ દાવમાં 326 રનની મોટી લીડ મળી છે.

દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસની શરુઆત 3 વિકેટે 36 રનથી કરી હતી. દિવસની શરુઆત ખરાબ રહેતા નોર્ટજે 3 અને બ્રુયન 30 રને આઉટ થતા દક્ષિણ આફ્રિકાએ 53 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન પ્લેસિસ અને ડી કોકે બાજી સંભાળી હતી. બંનેએ ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડ્યો હતો. આ જોડીને તોડવા અશ્વિન સફળ રહ્યો હતો. અશ્વિને 31 રને ડી કોકને આઉટ કર્યો હતો.

પ્લેસિસે બાજી સંભાળતા 64 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. પ્લેસિસ અડધી સદી ફટકારી વધારી ટકી શક્યો ન હતો અને 64 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 162 રને આઠમી વિકેટ ગુમાવી હતી. અહીંથી કેશવ મહારાજ અને ફિલાન્ડરે રકાસ ખાળ્યો હતો. કેશવ મહારાજે 132 બોલમાં 12 ફોર સાથે 72 રન બનાવ્યા હતા. ફિલાન્ડર 44 રને અણનમ રહ્યો હતો. મહારાજ અને ફિલાન્ડરે નવમી વિકેટ માટે 109 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ પણ વાંચો - વિરાટ કોહલીએ ફટકારી સાતમી બેવડી, સચિન અને સેહવાગનો રેકોર્ડ તોડ્યો

ભારત તરફથી અશ્વિને 4 વિકેટે, ઉમેશ યાદવે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2 વિકેટ જ્યારે જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.

ભારતના 5 વિકેટે 601 (ડિકલેર)વિરાટ કોહલીની બેવડી સદી (અણનમ 254), મયંક અગ્રવાલની સદી (108) અને રવીન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણેની અડધી સદીની મદદથી ભારતે 5 વિકેટે 601 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर