બીજી ટેસ્ટ : કોહલીના 254*, ભારતે પકડ મજબૂત બનાવી

News18 Gujarati
Updated: October 11, 2019, 7:03 PM IST
બીજી ટેસ્ટ : કોહલીના 254*, ભારતે પકડ મજબૂત બનાવી
ભારત - 601/5 (ડીકલેર), દક્ષિણ આફ્રિકા - 36/3

ભારત - 601/5 (ડીકલેર), દક્ષિણ આફ્રિકા - 36/3

  • Share this:
વિરાટ કોહલીની બેવડી સદી (અણનમ 254) પછી બૉલરોના ચુસ્ત પ્રદર્શનની મદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટના બીજા દિવસે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતના 5 વિકેટે 601 (ડિકલેર) રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 36 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકા હજુ 565 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે. દિવસના અંતે બ્રુયન 20 અને નોર્ટજે 2 રને રમતમાં છે.

માર્કરામ ખાતું ખોલાયા વિના આઉટ થતા દક્ષિણ આફ્રિકાની શરુઆત ખરાબ રહી હતી. એલ્ગર 6 અને બાવુમા 8 રને આઉટ થતા આફ્રિકાએ 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતે બીજા દિવસે ત્રણ વિકેટે 273 રનથી આગળ રમતા કોહલી અને રહાણેએ શાનદાર શરુઆત કરી હતી. કોહલી અને રહાણેએ 178 રનની ભાગીદારી કરી હતી. રહાણે 59 રને આઉટ થયો હતો. આ પછી કોહલી અને જાડેજાએ 225 રનની ભાગીદારી કરી હતી. જાડેજાએ 104 બોલમાં 8 ફોર અને 2 સિક્સર સાથે 91 રન બનાવ્યા હતા. જાડેજા આઉટ થતા જ ભારતે દાવ ડિકલેર કર્યો હતો. વિરાટ કોહલી 336 બોલમાં 33 ફોર અને 2 સિક્સર સાથે 254 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે ત્રેવડી સદીની રાહ જોયા વગર દાવ ડીકલેર કરી દીધો હતો.

વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગનો ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકાવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ હવે ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમેન બની ગયો છે. શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે પૂણેમાં રમાય રહેલી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કૅપ્ટને ટેસ્ટ કારકિર્દીની સાતમી બેવડી સદી ફટકારી હતી.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading