બીજી ટેસ્ટ : મયંક અગ્રવાલની સદી, ભારતની મજબૂત સ્થિતિ

મયંક અગ્રવાલના 108 રન, ચેતેશ્વર પૂજારાના 58 રન, પ્રથમ દિવસના અંતે ભારતના 3 વિકેટે 273 રન

News18 Gujarati
Updated: October 10, 2019, 4:54 PM IST
બીજી ટેસ્ટ : મયંક અગ્રવાલની સદી, ભારતની મજબૂત સ્થિતિ
મયંક અગ્રવાલના 108 રન, ચેતેશ્વર પૂજારાના 58 રન, પ્રથમ દિવસના અંતે ભારતના 3 વિકેટે 273 રન
News18 Gujarati
Updated: October 10, 2019, 4:54 PM IST
મયંક અગ્રવાલની સદી (108) અને વિરાટ કોહલી (63 અણનમ), ચેતેશ્વર પૂજારાની અડધી સદી (58)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે મજબુત શરુઆત કરી છે. પ્રથમ દિવસના અંતે ભારતે 85.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 273 રન બનાવી લીધા છે. દિવસના અંતે વિરાટ કોહલી 63 અને અજિંક્ય રહાણે 18 રને રમતમાં છે.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર તરીકે પ્રથમ ટેસ્ટમાં બે સદી ફટકારનાર રોહિત શર્મા ફ્લોપ રહ્યો હતો અને 14 રને આઉટ થયો હતો. મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ વિકેટ સાચવી બાજી સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી નોંધાવી હતી. પૂજારા 58 રને રબાડાનો શિકાર બન્યો હતો.

આ પણ વાંચો - ક્રિકેટર મનીષ પાંડે આ ગ્લેમરસ અભિનેત્રી સાથે કરશે લગ્ન

મયંક અગ્રવાલે એક છેડો સાચવી રાખતા 183 બોલમાં 100 રન ફટકાર્યા હતા. સદી ફટકારી તે વધારે ટકી શક્યો ન હતો અને 108 રને રબાડાનો ત્રીજો શિકાર બન્યો હતો. મયંકે 195 બોલમાં 16 ફોર અને 2 સિક્સર સાથે 108 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 91 બોલમાં 8 ફોર સાથે 50 રન પૂરા કર્યા હતા. વિરાટ અને રહાણે 75 રનની અતૂટ ભાગીદારી નોંધાવી ચૂક્યા છે. વિરાટ 105 બોલમાં 10 ફોર સાથે 63 રને રમતમાં છે. જ્યારે રહાણે 70 બોલમાં 3 ફોર સાથે 18 રને રમતમાં છે.

દક્ષિણ આફ્રિકા તરફથી ત્રણેય વિકેટ રબાડાએ ઝડપી હતી. ભારતે આ મેચમાં એક ફેરફાર કરતા હનુમા વિહારીના સ્થાને ઉમેશ યાદવનો સમાવેશ કર્યો હતો.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...