IND vs SA : મયંક અગ્રવાલની બેવડી સદી, ભારત મજબૂત સ્થિતિમાં

પ્રથમ ટેસ્ટ - મયંક અગ્રવાલના 317 બોલમાં 23 ફોર અને 6 સિક્સર સાથે 215 રન, રોહિત શર્માના 176 રન, ભારત - 502/7 ડિકલેર, દક્ષિણ આફ્રિકા - 39/3

News18 Gujarati
Updated: October 3, 2019, 5:28 PM IST
IND vs SA : મયંક અગ્રવાલની બેવડી સદી, ભારત મજબૂત સ્થિતિમાં
પ્રથમ ટેસ્ટ - મયંક અગ્રવાલના 317 બોલમાં 23 ફોર અને 6 સિક્સર સાથે 215 રન, રોહિત શર્માના 176 રન, ભારત - 502/7 ડિકલેર, દક્ષિણ આફ્રિકા - 39/3
News18 Gujarati
Updated: October 3, 2019, 5:28 PM IST
મયંક અગ્રવાલની બેવડી સદી (215) અને રોહિત શર્માની સદી (176)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. ભારતમા 7 વિકેટે 502 (ડિકલેર) રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટ ગુમાવી 39 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકા હજુ 463 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે.

માર્કરામ 5 રન બનાવી અશ્વિનની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ પછી બ્યુરન 4 રને અશ્વિનનો અને પીડટ ખાતું ખોલાયા વિના જાડેજાનો શિકાર બન્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી અશ્વિને 2 અને જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.

બીજા દિવસે ભારતે વિના વિકેટે 202 રનથી આગળ રમવાનું શરુ કરતા રોહિત શર્મા અને મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ જારી રાખી હતી. રોહિત શર્મા 244 બોલમાં 23 ફોર અને 6 સિક્સર સાથે 176 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા અને મયંક વચ્ચે પ્રથમ વિકેટ માટે 317 રનની ભાગીદારી નોંધાઈ હતી. રોહિત અને મયંકની જોડી દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ત્રેવડી સદીની ભાગીદારી કરનારી પહેલી ભારતીય ઓપનિંગ જોડી (Indian Opener) બની ગઈ છે. ભારતીય ઓપનરોએ 300થી વધુ રનની ભાગીદારી કરી હોય તેવી ત્રીજી ઘટના છે.

આ પણ વાંચો - રોહિત-મયંકે 'ત્રેવડી સદી' ફટકારી, અનેક મોટા રેકોર્ડ ધ્વસ્ત કર્યા

ચેતેશ્વર પૂજારા 6, વિરાટ કોહલી 20 અને અજિંક્ય રહાણે 15 રને આઉટ થતા ભારતે 431 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. મયંક અગ્રવાલે એક છેડો સાચવી રાખતા બેવડી સદી ફટકારી હતી. તેણે કારકિર્દીની પ્રથમ સદી અને પ્રથમ બેવડી સદી ફટકારી છે. આ પહેલા તેનો બેસ્ટ સ્કોર 77 રન હતો. મયંક 317 બોલમાં 23 ફોર અને 6 સિક્સર સાથે 215 રન બનાવી આઉટ થયો હતો.
First published: October 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...