INDIA vs SA : સ્મિથે કોહલીની કેપ્ટનસી પર આપ્યું ચોકાવનારું નિવેદન

News18 Gujarati
Updated: January 23, 2018, 8:59 PM IST
INDIA vs SA : સ્મિથે કોહલીની કેપ્ટનસી પર આપ્યું ચોકાવનારું નિવેદન

  • Share this:
સાઉથ આફ્રિકાનો સૌથી સફળ કેપ્ટન રહેલ ગ્રીમ સ્મિથે વિરાટ કોહલીની કેપ્ટનસીને લઈને મોટું નિવેદન આપી દીધું છે. સ્મિથે કહ્યું કે, જ્યારે હું વિરાટ કોહલીને જોઉ છું તો મને લાગતું નથી કે, તે ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનસીનો સાચો વિકલ્પ છે.

સ્મિથે કહ્યું, આ વર્ષના અંતમાં તે (કોહલી) ઘરથી બહાર છે, તેના પર દબાણ હશે. મીડિયા તેને પ્રશ્ન કરશે. સ્મિથે કહ્યું કે, જ્યારે તમે ઘરથી બહાર રહીને જ્યારે એક ટીમ બનાવવાની કોશિશ કરી રહ્યાં હોવ છો તે સમયે જે તમારા ઉપર દબાણ હોય છે, તે દબાણ મને નથી લાગતું કે, કોહલી ઉપાડી શકશે.

એજન્સી અનુસાર સ્મિથે કહ્યું કે, ભારતીય ટીમના સ્ટાફમાં એક એવી વ્યક્તિ હોવી જોઈએ જે સતત કોહલીના નિર્ણયોને  પડકાર આપતો રહે. જ્યારે હું વિરાટ તરફ જોઉ છં ત્યારે મને લાગે છે કે, તેને સપોર્ટ સ્ટાફમાં કોઈની જરૂરત છે. જે તેને આગળ વધવા માટે  સતત ચેલેન્જ આપતું રહે.

સ્મિથે કહ્યું કે, રણનીતિના રીતે વિરાટ પૂર્ણ સક્ષમ છે, તેને પોતાની રમત વિશે ખબર છે. તે મેદાન પર બધા જ અન્ય ખેલાડીઓ માટે માપદંડ નક્કી કરે છે. સ્મિથનું માનવું છે કે, કોહલીને ટીમના સાથી ખેલાડીઓ સાથે વધારે જોડાવવાની જરૂરત છે.
First published: January 23, 2018, 8:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading