IND vs SA:ભારત-સાઉથ આફ્રિકાની ટેસ્ટમાં 6 ફૂટ 8 ઈંચની હાઇટ ધરાવતા લાંબા ક્રિકેટરનું ડેબ્યૂ, કોહલીને કરી ચુક્યો છે પરેશાન
IND vs SA:ભારત-સાઉથ આફ્રિકાની ટેસ્ટમાં 6 ફૂટ 8 ઈંચની હાઇટ ધરાવતા લાંબા ક્રિકેટરનું ડેબ્યૂ, કોહલીને કરી ચુક્યો છે પરેશાન
India vs South Africa First test Marco Jansen Debut : માર્કોનો એક જોડિયો ભાઈ પણ ક્રિકેટર છે અને તે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકે્ટ રમે છે. આઈપીએલમાં બંને ભાઈઓ નેટ બોલર તરીકે બોલિંગ કરી ચુક્યા છે.
IND vs SA:આ ઓલરાઉન્ડરનો જોડિયો ભાઈ પણ ક્રિકેટર છે. પોતાનાથી 15 મિનિટ મોટો તેનો ભાઈ પણ ક્રિકેટ રમે છે.
સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3-ટેસ્ટ શ્રેણી (India vs South Africa First test) શરૂ થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (IND Won the Toss in First Test vs South Africa) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે દક્ષિણ આફ્રિકાએ 6 ફૂટ 8 ઈંચ ઉંચા ડાબા હાથના ફાસ્ટ બોલર (South Africa Pace Bowler Marco Jansen Debut માર્કો જેન્સનને (Marco Jansen Test Debut) ટીમમાં સામેલ કર્યો છે. માર્કોની આ પ્રથમ ટેસ્ટ છે. ડાબોડી ફાસ્ટ બોલર હોવાની સાથે 21 વર્ષીય માર્કો નીચલા ક્રમમાં પણ સારી બેટિંગ કરે છે. માર્કો જેન્સન તેની હાઇટના કારણે ખૂબ ચર્ચામાં છે. 6 ફૂટ અને 8 ઈંચની હાઇટ ઘરાવતો હોવાના કારણે તે લાંબો ક્રિકેટર ગણવામાં આવે છે. સામાન્ય રીતે બાસ્કેટ બોલ રમતા ખેલાડીઓની હાઇટ વધારે હોય છે પરંતુ અહીંયા માર્કોની હાઇટ ક્રિકેટમાં ખૂબ વધારે છે.
IPLમાં પણ રમી ચુક્યો છે : દક્ષિણ આફ્રિકાના આ બોલરે પણ આ વર્ષે આઈપીએલમાં ડેબ્યુ કર્યું છે. તેને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા માર્કોને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં આ ડાબોડી બોલરે 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જોકે, તે પછી તેણે માત્ર એક જ મેચ રમી હતી.
ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે માર્કોને સેન્ચુરિયન ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી
માર્કોએ તાજેતરમાં ભારત A ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યુ હતું. માર્કોએ ભારત-A સામે ત્રણેય ફર્સ્ટક્લાસ ટેસ્ટ મેચ રમી હતી અને કુલ 6 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 4 ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી. જેમાંથી 2માં તે અણનમ રહ્યો. આ દરમિયાન તેણે 70 રનની ઇનિંગ પણ રમી હતી. આ ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે માર્કોને સેન્ચુરિયન ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી.
કોહલીને બોલિંગથી કરી ચુક્યો છે પરેશાન
ભારતના 2018ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન માર્કો ટીમ ઈન્ડિયાનો નેટ બોલર હતો. તે સમયે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ તેની ગતિ અને સ્વિંગથી ઘણો પ્રભાવિત થયો હતો.
ત્યારબાદ માર્કોએ જોહાનિસબર્ગ ટેસ્ટ પહેલા નેટ સેશનમાં વિરાટ કોહલીને ઘણો પરેશાન કર્યો હતો. ત્યારબાદ આ યુવા ફાસ્ટ બોલરના બોલ પર વિરાટ કોહલી પણ ઘણીવાર બીટ થયો હતો
માર્કોએ ફર્સ્ટ ક્લાસમાં 70 વિકેટ લીધી છે
આ ડાબા હાથના ફાસ્ટ બોલરનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ પણ શાનદાર છે. માર્કોએ અત્યાર સુધી 19 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 22.20ની એવરેજથી 70 વિકેટ લીધી છે. તેણે ત્રણ વખત પાંચ વિકેટ અને એટલી જ વખત ચાર વિકેટ લીધી છે.
માર્કો જેન્સને 2018માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
આ સાથે જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 5 અડધી સદીની મદદથી 633 રન પણ બનાવ્યા છે. માર્કો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દર 43માં બોલે એક વિકેટ પાડવાનો રેકોર્ડ ધરાવે છે. માર્કો જેન્સને 2018માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
માર્કોનો એક જોડિયો ભાઈ પણ ક્રિકેટર છે જેનું નામ ડુઆન છે. ડુઆન પણ ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સના ગયા વર્ષે નેટ બોલર તરીકે જોડાયો હતો. ડુઆન પણ 21 વર્ષનો છે અને તે ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેણે અત્યાર સુધી 12 ફર્સ્ટ ક્લાસ મેચમાં 322 રન આપીને 30 વિકેટ ઝડપી છે. રસપ્રદ વાત એ છે કે ડુઆન પણ માર્કો જેવો ડાબોડી ફાસ્ટ બોલર છે અને માર્કો કરતા 15 મિનિટ મોટો છે. જોકે, માર્કોની હાઇટ વધુ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર