India vs South Africa: ભારતે ટોસ જીતી પહેલી ટેસ્ટમાં બેટિંગનો નિર્ણય લીધો, આ 11 ખેલાડી રમશે
India vs South Africa: ભારતે ટોસ જીતી પહેલી ટેસ્ટમાં બેટિંગનો નિર્ણય લીધો, આ 11 ખેલાડી રમશે
India vs south Africa first test : પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે મેદાન ઉતર્યુ ભારત,બેટિંગ કરવાનો નિર્ણય
IND vs SA: આજથી સાઉથ આફ્રિકાના સેન્ચુયિરયનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ શરૂ થશે. જાણો કેવી છે વરસાદની આગાહી, કોણ કોણ રમી શકશે, શું કહ્યું મેચ પહેલાં દ્રવિડે
IND vs SA: આજથી ભારત અને સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ (India vs South africa First Test) મેચ રમાવાની છે. સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન પાર્કમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં ભારત ઈતિહાસ બદલાવની નેમ સાથે ઉતરશે. સાઉથ આફ્રિકામાં (IND vs SA Test Head to Head Recrods) એક પણ ટેસ્ટ સીરિઝન ન જીતી શકેલી ટીમ ઈન્ડિયા નવા ગુરૂ અને નવા જોશ સાથે મેદાને છે. સાઉથ આફ્રિકાની ઝડપી પીચ પર 5 બૉલર આવશ્યક છે ત્યારે ભારતે આ ટેસ્ટમાં ટોસ જીતી (IND vs SA, IND Won The Toss Decided to Bat First) અને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
સેન્ચુરિયનમાં આફ્રિકાનો રેકોર્ડ : સેન્ચુરિયન મેદાન પર સાઉથ આફ્રિકાએ અત્યારસુધીમાં 1995થી લઈને 26 ટે્સ્ટ મેચ રમી છે જેમાંથી ફક્ત 2 ટેસ્ટમાં જ તેની હાર થઈ છે. આ સાથે જ આફ્રિકાએ ફક્ત 3 ટેસ્ટ જ ડ્રોમાં કાઢી છે બાકી આ પીચ પર અને મેદાન પર આફ્રિકા 21 ટેસ્ટ જીત્યું છે.
રહાણે કે ઐયર દ્રવિડ માટે મોટી મથામણ હતી
પહેલી ટેસ્ટમાં ટીમમાં રહાણેને સ્થાન આપવું કે ઐયર તે દ્રવિડ અને કોહલી માટે મોટી મથામણ રહેશે. ખરાબ ફોર્મનો સામનો કરી રહેલો રહાણે ટીમમાંથી બહાર રહી શકે તેમ હતો છતાં ટીમમાં તેને સ્થાન મળ્યું છે.
ટીમ : વિરાટ કોહલી, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય, રિષભ પંત, રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શિરાજ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શામીને સ્થાન મળી શકે છે.
ગઈકાલે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે મીડિયા સાથે વાતચીત કરી હતી. દ્રવિડે કહ્યું હતું કે કોહલીની ખેલાડી અને કેપ્ટન તરીકે મહત્ત્વપૂર્ણ રહેશે. કેપ્ટનશીપ અંગે દ્રવિડે કહ્યું કે કેપ્ટન પસંદ કરવાનું કામ મારું નથી. આ કામ સિલેક્ટર્સનું છે. અત્યારે અમારું ફોકસ ટેસ્ટ સીરિઝ પર છે.
સેન્ચુરિયનનો weather રિપોર્ટ
આફ્રિકાના સેન્ચુયરિયનમાં પ્રથમ દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. મેચના પ્રથમ સત્ર બાદ હળવો વરસાદ વરસી શકે છે અને રાત્રે પણ ઝાપટાની સંભાવના ે. જોકે, ક્યારે બાદ બીજા દિવસથી સની કન્ડિશન રહેશે. આ હવામાનની આગાહી એક્યુવેધર એપની છે.