Home /News /sport /

IND vs SA : વિરાટ સેનાએ રચ્યો ઇતિહાસ, સેન્ચ્યુરિયનમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની

IND vs SA : વિરાટ સેનાએ રચ્યો ઇતિહાસ, સેન્ચ્યુરિયનમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની

ભારતે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ બનાવી (તસવીર - બીસીસીઆઈ)

India vs South Africa first Test - પ્રથમ ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 113 રને વિજય મેળવ્યો

    સેન્ચ્યુરિયન : ટીમ ઇન્ડિયાએ (Team India) દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત શાનદાર કરી છે. પ્રથમ ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામે 113 રને વિજય મેળવ્યો છે. મેચના પાંચમાં અને અંતિમ દિવસે 305 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. આ જીત સાથે ભારતે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ બનાવી છે. બન્ને વચ્ચે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી શરૂ થશે. કોચ તરીકે રાહુલ દ્રવિડનો (Rahul Dravid)આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેમણે જીત સાથે શરૂઆત કરી છે. મેચમાં સદી ફટકારનાર કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે.

    ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો

    આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે અને તે સેન્ચુરિયનના સ્પોર્ટપાર્ક મેદાન પર ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની ગઈ છે. આ પહેલા ભારત 2 ટેસ્ટ મેચ આ મેદાન પર રમ્યું છે જેમાં બન્નેમાં પરાજય થયો છે. આ પહેલા સેચ્યુરિયનમાં દક્ષિણ આફ્રિકાની ટીમને ફક્ત બે ટીમો ઇંગ્લેન્ડ (2000 અને 2016) અને ઓસ્ટ્રેલિયા (2014) જ હરાવવા સફળ રહી છે.

    આ પણ વાંચો - Year Ender 2021: Kohliને 2021માં મળી 'વિરાટ' નિરાશા! ન તોડી શક્યો બેડ-લકની ઝાળ

    પાકિસ્તાન અને શ્રીલંકા પણ સેન્ચ્યુરિયનમાં જીતી શક્યા નથી

    દુનિયાની 9 વિદેશી ટીમો ઓછામાં ઓછી એક ટેસ્ટ મેચ સેન્ચ્યુરિયનના મેદાનમાં રમી છે. જોકે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને છોડીને કોઇ ટીમ જીતી શકી નથી. ભારતે હવે આ સિદ્ધી મેળવી છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી એશિયન ટીમ પણ આ મેદાનમાં ટેસ્ટ જીતી શકી નથી.

    આ પણ વાંચો - IND vs SA: મોહમ્મદ શામીએ ટ્રોલરિયાઓને આપ્યો જોરદાર જવાબ, સર્જ્યો 'વિક્રમ'

    રાહુલ અને શમીની કમાલ

    ભારતની પ્રથમ ઇનિંગ્સમાં કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું અને 123 રન બનાવ્યા હતા. તેણે 260 બોલમાં 17 ફોર અને 1 સિક્સર સાથે 123 રન બનાવ્યા હતા. આ સિવાય મયંક અગ્રવાલે 60 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં મોહમ્મદ શમી અને બુમરાહે 3-3 વિકેટ જ્યારે મોહમ્મદ સિરાજ અને અશ્વિને 2-2 વિકેટ ઝડપી હતી.

    ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 327 અને બીજી ઇનિંગ્સમાં 174 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ બન્ને ઇનિંગ્સમાં 200નો આંકડો વટાવી શકી ન હતી. પ્રથમ ઇનિંગ્સમાં 197 અને બીજી ઇનિંગ્સમાં 191 રન બનાવી શકી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: IND Vs SA, India vs South Africa, Team india

    આગામી સમાચાર