Home /News /sport /Ind Vs SA : પ્રથમ ટેસ્ટમાં ભારતનો 113 રને વિજય, આ છે ટીમ ઇન્ડિયાની જીતના 5 હીરો

Ind Vs SA : પ્રથમ ટેસ્ટમાં ભારતનો 113 રને વિજય, આ છે ટીમ ઇન્ડિયાની જીતના 5 હીરો

ભારત VS ન્યુઝીલેન્ડ-2020 (IND vs NZ 2020)  આ મેચમાં ભારત માટે અંજીક્ય રહાણેએ સર્વાધિક 46 રન અને મયંક અગ્રવાલે 34 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝિલેન્ડના કેન વિલિયમ્સને 89 રન, રોસ ટેલરે તેમજ કાઇલ જેમિન્સને 44-44 બનાવ્યા હતા. ભારતના નબળા પ્રદર્શનને કારણે આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

India vs South Africa - 305 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ

ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa)વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે એક ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમે (Team India) ઐતિહાસિક જીત મેળવી લીધી છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકા (Ind Vs SA)સામે 113 રને વિજય મેળવ્યો હતો. આ મેદાન પર જીત પ્રાપ્ત કરનારી ટીમ ઇન્ડિયા એશિયાની પ્રથમ ટીમ પણ બની ગઇ છે.

આ મેચમાં 305 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઇન્ડિયન ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને બીજી ઇનિંગ્સમાં 191 રન ઓલઆઉટ કરીને 113 રનથી ટેસ્ટ જીતી લીધી છે. આ મેચમાં ભારતે પ્રથમ દાવમાં 327 રન બનાવ્યા જેના જવાબમાં આફ્રિકા પ્રથમ દાવમાં 197 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.

આ જીતના હિરો આ પાંચ ખેલાડી રહ્યા

મેન ઓફ ધ મેચ કે એલ રાહુલ (K L Rahul)

પહેલી ઇનિંગ્સમાં 123 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં શતક બનાવનાર એકમાત્ર બેટ્સમેન કે એલ રાહુલ હતો. બીજી ઇનિંગ્સમાં કે એલ રાહુલે 23 રન ફટકાર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન કે એલ રાહુલ પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતો.

આ પણ વાંચો - IND vs SA : વિરાટ સેનાએ રચ્યો ઇતિહાસ, સેન્ચ્યુરિયનમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની

મયંક અગ્રવાલે (Mayank Agrwal) આપ્યો શાનદાર સાથ

મયંક અગ્રવાલે પણ ટીમ તરફથી શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ ઇનિંગ્સમાં 60 રન બનાવ્યા હતા. મયંક અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી હતી.

મોહમ્મદ શમીની 8 વિકેટ

ભારત સાઉથ આફ્રિકાની મેચમાં મોહમ્મદ શમીએ 8 વિકેટ ઝડપી હતી. શમીએ પ્રથમ ઇનિંગ્સમાં 5 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીની શાનદાર બોલિંગના કારણે જ ઇન્ડિયન ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાને 197 રને જ ધુળ ચટાવી શકી હતી.

આ પણ વાંચો - Year Ender 2021: Kohliને 2021માં મળી 'વિરાટ' નિરાશા! ન તોડી શક્યો બેડ-લકની ઝાળ

ઋષભ પંતના 7 શિકાર

વિકેટકીપર ઋષભ પંતે પણ આ મેચમાં પોતાનુ શાનદા પ્રદર્શન બતાવ્યુ હતું. કુલ 7 કેચ લઇને એક પછી એક પ્લેયરને મેદાનમાંથી બહાર કર્યા હતા. ભારતીય ટીમે 111 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે પંતે ટીમને 166 રન સુધી પહોંચાડી હતી.

જાંબાઝ જસપ્રીત બુમરાહ

ક્રિકેટમાં બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ પાર્ટનરશિપ એટલી જ જરુરી છે. ત્યારે ભારત માટે આ પાર્ટનરશિપ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ વચ્ચે જોવા મળી હતી. જસપ્રીતે મેચમાં 5 વિકેટ લીધી હતી. પ્રથમ ઇનિંગ્સમાં 2 અને બીજી ઇનિંગ્સમાં 3 વિકેટ ઝડપી હતી.

ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 327 અને બીજી ઇનિંગ્સમાં 174 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ બન્ને ઇનિંગ્સમાં 200નો આંકડો વટાવી શકી ન હતી. પ્રથમ ઇનિંગ્સમાં 197 અને બીજી ઇનિંગ્સમાં 191 રન બનાવી શકી હતી.
First published:

Tags: IND Vs SA, India vs South Africa, Team india

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો