ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ વન-ડે રદ, વરસાદના કારણે ટોસ પણ ન થયો

તસવીર - BCCI

15 માર્ચેને રવિવારે લખનઉમાં બીજી વન-ડે રમાશે

 • Share this:
  ધર્મશાલા : ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ વન-ડે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. સતત વરસાદના કારણે ધર્મશાલામાં રમાનાર મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો અને મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

  ધર્મશાલામાં પ્રથમ વન-ડે રદ થયા પછી હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનઉમાં ટકરાશે. 15 માર્ચેને રવિવારે લખનઉમાં બીજી વન-ડે રમાશે. બુધવારે શ્રેણીની ત્રીજી મેચ 18 માર્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે.

  ખાસ વાત એ છે આ મેદાન ઉપર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ પહેલાનો મુકાબલો પણ વરસાદના કારણે રદ થયો હતો. 15 સપ્ટેમ્બર 2019ના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચની પ્રથમ ટી-20 મેચ ધર્મશાલામાં રમાઈ હતી. જે વરસાદના કારણે રદ થઈ હતી.

  ભારતીય ટીમ આ શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર હતી. જ્યાં ભારતનો ત્રણ વન-ડે શ્રેણીમાં 0-3થી વ્હાઇટવોશ થયો હતો. ભારત પોતાની ધરતી ઉપર જીત મેળવી તે નિષ્ફળતાને ભુલાવવા માંગશે. દક્ષિણ આફ્રિકાની વાત કરવામાં આવે તો નવા કેપ્ટનની આગેવાનીમાં ટીમે ઓસ્ટ્રેલિયાને વન-ડે શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું.

  આ પણ વાંચો - IPLની ટિકિટો પર પ્રતિબંધ, ખાલી સ્ટેડિયમમાં રમાશે મુકાબલા!

  ભારતીય ટીમ - શિખર ધવન, પૃથ્વી શો, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શુભમન ગિલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, ઋષભ પંત. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ.  દક્ષિણ આફ્રિકાની ટીમ - ક્વિન્ટોન ડી કોક (કેપ્ટન), ટેમ્બા બાવુમા, રેસી વાન ડેર ડુસૈ, ફાફ ડુ પ્લેસિસ, કાઇલ વેરીને, હેનરિક ક્લાસેન, યાનેમન મલાન, ડેવિડ મિલર, સ્મટ્સ, એંડિલે ફેલુકવાયો, લુંગી એનગિડી, લૂથો સિપામલા, એનરિક નોર્ટજે, બ્યુરોન હેંડ્રિંક્સ, જોર્ડ લિંડે, કેશવ મહારાજ.
  Published by:Ashish Goyal
  First published: