IND Vs SA : આઉટ થતાં વિરાટે મેદાનમાં જ ગુસ્સો ઉતાર્યો, દર્શકો સામે કર્યું આવું કામ

News18 Gujarati
Updated: October 19, 2019, 2:21 PM IST
IND Vs SA : આઉટ થતાં વિરાટે મેદાનમાં જ ગુસ્સો ઉતાર્યો, દર્શકો સામે કર્યું આવું કામ
કેપ્ટન વિરાટ કોહલી

અનરિચ નૉર્તજેના બોલ પર વિરાટ કોહલી (Virat Kohli) એલબીડબ્લ્યૂ થયો હતો, જેના પર તેને વિશ્વાસ આવ્યો ન હતો. ડ્રેસિંગ રૂમમાં ગયા પછી પણ કોહલી એ શૉટને સમજવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો હતો.

  • Share this:
રાંચી : દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત કંઈક ખાસ રહી ન હતી. પ્રથમ સેશનમાં જ મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલીના રૂપમાં ત્રણ મહત્વની વિકેટ પડી ગઈ હતી. ગત મેચમાં અણનમ બેવડી ફટકારનાર કોહલી આ મેચમાં પ્રથમ પારીમાં ફક્ત 12 રન જ બનાવી શક્યો હતો.

કોહલી એનરિચ નૉર્તજે (Anrich Nortje)નો શિકાર બન્યો હતો. નૉર્તજેના બોલ પર ભારતીય કેપ્ટન LBW થયો હતો. બોલ તેના પેડ પર ઘૂંટણની નજીક વાગ્યો હતો. જોકે, આ સમયે કોહલી આશાવાદી લાગી રહ્યો હતો અને નૉન સ્ટાઇક પર રહેલા રોહિત શર્મા સાથે વાતચીત કરતા તેણે રિવ્યૂ પણ લીધો હતો. રિવ્યૂમાં બોલ લેગ સ્ટમ્પના ઉપરના ભાગને સ્પર્શતો જોવા મળ્યો હતો. જે બાદમાં અમ્પાયરે વિરાટને આઉટ જાહેર કર્યો હતો. આવી રીતે આઉટ થતાં વિરાટ કોહલી ખૂબ નિરાશ હતો. આઉટ થતાની સાથે જ વિરાટ કોહલીને ગુસ્સામાં તેનું બેટ પેડ પર ફટકાર્યું હતું. કદાચ વિરાટને પણ વિશ્વાસ નહીં હોય કે તે આવી રીતે આઉટ થશે.

શૉટ સમજવાનો પ્રયાસ કરતો વિરાટ

ડ્રેસિંગ રૂમમાં ગયા બાદ પણ વિરાટ કોહલી બાલ્કનીમાં તે શૉટ મારીને સમજવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો હતો. એટલું જ નહીં તેણે ટીમ ઇન્ડિયાના સ્ટાફ પાસે જઈને તેનો આ શૉટ જોયો હતો. એક બેટ્સમેન તરીકે વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં સતત નવમી વખત અસફળ રિવ્યૂ લીધો હતો.



વિરાટ કોહલીની વિકેટ પડી ત્યારે 16મી ઓવર ચાલી રહી હતી. આ સમયે ટીમ ઇન્ડિયા (Team India) 39 રન પર હતી. પ્રથમ સેશનમાં જ ટીમ ઈન્ડિયાની મોટી વિકેટ પડી જતાં ટીમની હાલત ખરાબ થઈ ગઈ છે. વિરાટ કોહલી એનરિચ નૉર્તજેનો ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ શિકાર બન્યો. ગત ટેસ્ટમાં અણનમ રહીને બેવડી સદી ફટકારનાર વિરાટ કોહલી આ મેચમાં પણ મોટી રમત રમે તેવી આશા હતી. કારણ કે આ પારી તેને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન બનાવી શકે છે. હાલ આ સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ છે. કોહલી સ્મિથની સરખામણી કરવામાં ફક્ત એક અંક જ પાછળ છે. બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકાર્યા બાદ કોહલીને 37 રેટિંગ પોઇન્ટનો ફાયદો થયો હતો. જેનાથી કોહલીના 936 અંક થઈ ગયા છે, જ્યારે સ્મિથ 937 અંક સાથે ટોચ પર છે.
First published: October 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...