IND vs SA 4th T20: રાજકોટમાં ભારતીય ટીમની કરોયા મરો જેવી સ્થિતિ, પ્રથમ બેટિંગ કરતા નબળી શરૂઆત
IND vs SA 4th T20: રાજકોટમાં ભારતીય ટીમની કરોયા મરો જેવી સ્થિતિ, પ્રથમ બેટિંગ કરતા નબળી શરૂઆત
ભારતીય ટીમની કરો યા મરો જેવી સ્થિતિ આ મેચ જીતવી જરૂરી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાજકોટમાં 4થી ટી-20 મેચ (IND vs SA 4th T20) ચાલી રહી છે. ત્યારે ભારતીય ટીમ માટે આજે કરો યા મરો જેવી સ્થિતિ છે. ભારતીય ટીમ સીરીઝમાં 1-2 થી પાછળ ચાલી રહી છે. જો આ મેચમાં ભારતીય ટીમની હાર થશે તો ટીમ સીરીઝ હારી જશે.
રાજકોટ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાજકોટમાં 4થી ટી-20 મેચ (IND vs SA 4th T20) ચાલી રહી છે. ત્યારે ભારતીય ટીમ માટે આજે કરો યા મરો જેવી સ્થિતિ છે. ભારતીય ટીમ સીરીઝમાં 1-2 થી પાછળ ચાલી રહી છે. જો આ મેચમાં ભારતીય ટીમની હાર થશે તો ટીમ સીરીઝ હારી જશે. ત્રીજી મેચમાં ગાયકવાડ અને ઈશાન કિશને (Ishan kishan) ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. અને ટીમને મજબૂત શરૂઆત મળતાની સાથે જ ટીમે જીત પણ મેળવી હતી. ઈશાને અત્યાર સુધી 3 મેચમાં 2 અડધી સદી ફટકારી છે. છેલ્લી મેચમાં હર્ષત પટેલ અને યુઝવેન્દ્ર ચહલે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. જેના કારણે ટીમ વિજય નોંધાવવામાં સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ સતત ચોથી મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય ટીમની પ્રથમ બેટિંગ કરતા ખરાબ શરૂઆત
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પહેલા ટોસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ખરાબ શરૂઆત કરી હતી. અને ટીમની 3 ઓવરમાં જ બીજી વિકેટ પણ પડી ગઈ હતી. બીજી ઓવરમાં ગાયકવાડ 5 રન કરીને આઉટ થયો હતો, જ્યારે શ્રેયશ ઐયર પણ માર્કો યાનસનની ઓવરમાં એક સિક્સ મારીને 11 રન કરીને આઉટ થયો હતો, ત્યાર બાદ ઈશાન કિશન અને પંતે બાજી સંભાળી હતી.
દક્ષિણ આફ્રિકાએ ટીમમાં 3 ફેરફાર કર્યા છે. આ સાથે જ ભારતીય ટીમ ફરી એકવાર કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. રિતુરત ગાયકવાડ બીજી ઓવરમાં 5 રન બનાવીને લુંગી એનગીડીનો શિકાર બન્યો હતો. ત્રીજી ઓવરમાં શ્રેયસ ઐયર 4 રન બનાવી માર્કો યાનસનના હાથે આઉટ થયો હતો.