કેપટાઉન : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ (India vs South Africa, 3rd Test)રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. ભારતે (India vs South Africa)જીતવા માટે આપેલા 212 રનના પડકાર સામે ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 2 વિકેટે 101 રન બનાવી લીધા છે. દિવસના અંતે કીગન પેટરસન 48 રને રમતમાં છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 111 રનની જરૂર છે. જ્યારે ભારતને જીતવા માટે 8 વિકેટની જરૂર છે. એડન માર્કરામ 16 અને ડેન એલ્ગર 30 રને આઉટ થયા છે. માર્કરામ અને એલ્ગરે પ્રથમ વિકેટ માટે 23 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે એલ્ગર અને પેટરસને બીજી વિકેટ માટે 78 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી શમી અને બુમરાહે 1-1 વિકેટ ઝડપી છે.
ભારત 198 રનમાં ઓલઆઉટ
ભારત બીજી ઇનિંગ્સમાં 198 રનમાં ઓલઆઉટ થતા દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો પડકાર મળ્યો છે. ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ભારતે 223 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 210 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત તરફથી ઋષભ પંતે સૌથી વધારે 100 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 29 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો યાનસેને 4 વિકેટ ઝડપી હતી. રબાડા અને એનગિડીએ 3-3 વિકેટ ઝડપી હતી.
ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીની ત્રીજી અને અંતિમ નિર્ણાયક ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં સદી ફટકારી છે. પંતે 139 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 100 રન બનાવ્યા હતા. આ પંતની ટેસ્ટ કારકિર્દીમાં ચોથી સદી છે. આ સાથે જ ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીનો (MS Dhoni)એક રેકોર્ડ તોડી નાખ્યો છે.
પંતે બીજી ઇનિંગ્સમાં શાનદાર રમત બતાવી હતી. પંત દક્ષિણ આફ્રિકામાં સૌથી વધારે સ્કોર બનાવનાર ભારતીય વિકેટકીપર બન્યો છે. આ પહેલા ધોની આ લિસ્ટમાં ટોપ પર હતો. ધોનીએ 2010માં સેન્ચ્યુરિયનમાં 90 રનની ઇનિંગ્સ રમી હતી. પંતે લગભગ 9 મહિના પછી ટેસ્ટમાં સદી ફટકારી છે. આ પહેલા ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં 4 માર્ચે સદી ફટકારી હતી. ત્યારે તેણે પ્રથમ ઇનિંગ્લમાં 101 રન બનાવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર