Home /News /sport /દિનેશ કાર્તિકની એન્ટ્રીથી મુરલી વિજય મુઝવણમાં, ટ્વિટર્સ યૂઝર્સે લીધી મજા

દિનેશ કાર્તિકની એન્ટ્રીથી મુરલી વિજય મુઝવણમાં, ટ્વિટર્સ યૂઝર્સે લીધી મજા

  દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ ઈન્ડિયાની હાલત ખુબ જ ખરાબ છે. નંબર-1 ટીમ ઈન્ડિયા આફ્રિકામાં પોતાની બીજી મેચ ટેસ્ટ પણ હારી ચૂકી છે. આફ્રિકામાં બેટ્સમેનોએ ખુબ જ ખરાબ દેખાવ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સતત પરિવર્તન થઈ રહ્યાં છે. બીજી ટેસ્ટ મેચમાં રિદ્ધિમાન સાહાની જગ્યાએ પાર્થિવ પટેલને લાવવામાં આવ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટમાં પાર્થિવની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

  ત્રીજી ટેસ્ટ 24 જાન્યુઆરીથી જ્હોનિસબર્ગમાં રમાશે. પરંતુ દિનેશ કાર્તિકના આવવાથી ડ્રેસિંગ રૂમમાં ઓપનર બેટ્સમેન મુરલી વિજય માટે અજીબો-ગરીબ સ્થિતિ ઉભી થઈ ગઈ છે. કેમ કે, કાર્તિકની પહેલી પત્ની સાથે મુરલી વિજયનો અફેયર ચાલતો હતો. જ્યારે કાર્તિકે તેમને તલાક આપી તો મુરલીએ તેમની સાથે લગ્ન કરી લીધા હતા. તે સમયે તે ગર્ભવતી હતી. આ ઘટના બાદ તમિલનાડૂના આ બંને ખેલાડીઓની દોસ્તી હંમેશા માટે ખત્મ થઈ ગઈ હતી. જોકે, સાર્વજનિક રીતે આ બંનેએ આ વિશે એકબીજા સાથે ક્યારેય વાત કરી નથી. જોકે, કાર્તિકની ટીમમાં આવવાના સમાચાર બાદ ટ્વિટર યૂઝર્સે બંને ખેલાડીઓની મજા લીધી હતી.

  જાણો શું બોલ્ય યૂઝર્સ- @PMYogijiએ લખ્યું કે, મુરલી વિજય અને દિનેશ કાર્તિક એક જ ડ્રેસિંગ રૂમમાં રહેશે. તેઓ એકબીજા સાથે વાત કરતા નથી. ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે શું? @Happu_SinghDrએ લખ્યું કે, મુરલી વિજય vs દિનેશ કાર્તિક... ડ્રેસિંગ રૂમમાં તો ધમાકા થશે. @Sajjanlaundaએ લખ્યું, જો કાર્તિક કિપિંગ કરશે અને વિજય પહેલી સ્લિપ પર હશે ત્યારે વિજય કિપરનો કેચ પકડશે, કેમ કે તેમને કાર્તિકની ચીજોની કેચ કરવાની આદત છે.

  @imSanath7એ લખ્યું હવે દિનેશ કાર્તિકને ટીમમાં લાવવામાં આવ્યો છે. જોઈએ છીએ કે, હવે તેઓ ત્રીજી ટેસ્ટમાં કેવું પ્રદર્શન કરે છે. જો તેઓ ત્રીજી મેચમાં રમશે તો એવું પહેલી વાર થશે કે સિરીઝની ત્રણેય મેચોમાં અલગ-અલગ વિકેટકિપર રમશે. જ્યારે ધોની હતો, તે સમયે આ સમસ્યા નહતી.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: 3rd test, Dinesh karthik, India vs South Africa, Murali vijay

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन