ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આફ્રિકાને 7 રને હરાવીને 2-1થી સિરીઝ પર કર્યો કબ્જો

 • Share this:
  ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચ ટીમ ઈન્ડિયાએ સાત સાત રને જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 172 રન કરીને 7 વિકેટ નુકશાને સાઉથ આફ્રિકાને 173રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારત તરફથી સૌથી વધુ શિખર ધવને 40 બોલમાં 47 રન અને સુરેશ રૈનાએ 27 બોલમાં 43 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 6 વિકેટના નુકશાને 165 રન જ બનાવી શકી હતી. આમ ટીમ ઈન્ડિયાએ ટી-20 સિરીઝ 1-2થી પોતાના નામે કરીને એક ઈતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયાની સાઉથ આફ્રિકાની ધરતી પર આ પ્રથમ ટી-20 સિરીઝ હતી. આમ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાની ધરતી પર ટી-20 સિરીઝ જીતનારી ચૌથી ટીમ બની ગઈ છે.

  ભારતે આપેલા 172 રનના પીછો કરતાં આફ્રિકા તરફથી કેપ્ટન જેપી ડ્યુમિનીએ 55 જ્યારે ક્રિસ્ટ્રિયન જોનકરે 24 બોલમાં 49 રન ફટકાર્યા હતા. જ્યારે જૂનિયર ડાલાએ ત્રણ વિકેટ ચટકાવી હતી. જોનકરની આક્રમક રમત આગળ ટીમ ઈન્ડિયાના બોલરોએ પણ શરણાગતિ સ્વીકારી લીધી હતી. જોકે, અંતિમ ઓવરમાં ભુવીએ ટીમને 07 રને જીત અપાવી દીધી હતી. ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે બે વિકેટ ઝડપી હતી, ભુવીને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી, તેમને આ સિરીઝમાં 9 વિકેટ પોતાના નામે કરી છે.

  આમ ટીમ ઈન્ડિયાએ આફ્રિકાના પ્રવાસની શરૂઆત 1-2થી કરી હતી, જોકે, પ્રવાસનો અંત 2-1થી જીત મેળવીને કર્યો છે. આ મેચ માટે સુરેશ રૈનાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ મેચમાં કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી મેચની કેપ્ટનસી રોહિત શર્મા કરી રહ્યો હતો. આ પહેલા પણ રોહિત શર્માએ પોતાની કેપ્ટનસીમાં ચાર મેચોમાં જીત મેળવી છે.
  Published by:Mujahid Tunvar
  First published: