Home /News /sport /

IND Vs SA : ત્રીજી જીત ટીમ ઈન્ડિયા માટે હતી ખુબ જ મહત્વપૂર્ણ, જાણો છો કેમ?

IND Vs SA : ત્રીજી જીત ટીમ ઈન્ડિયા માટે હતી ખુબ જ મહત્વપૂર્ણ, જાણો છો કેમ?

  ભારતીય ટીમની નજર પહેલી વાર સાઉથ આફ્રિકાની સરજમીન પર કોઈ દ્વિપક્ષી વનડે સિરીઝમાં ત્રણ મેચ જીતીને ઈતિહાસ રચવા પર હતી. ભારત જીત મેળવીને ઈતિહાસ રચવામાં પણ સફળ રહ્યું. ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતાં જીતની હેટ્રિક લગાવી છે. કેપ્ટન કોહલીએ સિરીઝની બીજી અને કરિયરની 34મી શતક બાદ યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની ફિરકીના જાદૂથી ભારતે અને સાઉથ આફ્રિકાને કેપટાઉનમાં ત્રીજી વનડે મેચમાં બુધવારે 124 રનથી માત આપીને 6 મેચોની સિરીઝમાં 3-0થી અજય લીડ મેળવી લીધી છે. આ જીત રેકોર્ડ પ્રમાણે ખુબ જ મહત્વપૂર્ણ રહી છે, કેમ કે આ જીત સાથે જ ભારતે પ્રથમ વખત આફ્રિકામાં સતત ત્રણ જીત મેળવીને એક નવો ઈતિહાસ રચ્યો હતો.

  સાઉથ આફ્રિકાની ધરતી પર ટીમ ઈન્ડિયાએ પહેલી વાર દ્વિપક્ષી શ્રેણીની પહેલી ત્રણ મેચોમાં જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાને તેની ધરતી પર સતત 3 મેચો હરાવનાર ભારત માત્ર બીજી ટીમ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ આ કારનામું કરી ચૂકી છે.

  અત્યાર સુધીની સૌથી મોટી જીત

  આફ્રિકાની જમીન પર વનડેમાં રનો પ્રમાણે જોવા જઈએ તો ભારતે સૌથી મોટી જીત નોંધાવી હતી. વનડે ઈતિહાસમાં માત્ર ચોથી વખત ભારતે દક્ષિણ આફ્રિકાને 100 રનોથી વધારે અંતરથી હરાવ્યું છે. સૌથી મોટી જીત 153 રનોની છે, જે બે વખત આવી છે. ટીમ ઈન્ડિયાએ એક વખત ગ્વાલિયરમાં અને એક વખત ઢાકામાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. અંતિમ વખત 100 અથવા તેનાથી વધારે રનોથી ભારતે સાઉથ આફ્રિકાને વર્ષ 2015 વર્લ્ડ કપમાં માત આપી હતી.

  વિદેશમાં વનડેમાં સતત 9 જીત

  સાઉથ આફ્રિકાને ત્રીજી વનડેમાં હરાવતાની સાથે જ ભારતે વિદેશમાં સતત સૌથી વધારે મેચ જીતવાનો પોતાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ભારતે વર્ષ 2017-18માં વિદેશમાં સતત 9 મેચ જીતી લીધા હતા. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 1985, 2003, 2012-2013માં સતત 8-8 જીત નોંધાવી હતી.

  સિરીઝ જીતવાની સોનેરી તક

  ટીમ ઈન્ડિયાને આજ સુધી સાઉથ આફ્રિકામાં તેના વિરૂદ્ધ વનડે સિરીઝ જીતવામાં સફળતા મળી નથી. જોકે, આ વખતે ટીમ ઈન્ડિયાએ સતત ત્રણ જીત મેળવી લીધી હોવાથી તેની પાસે સિરીઝ જીતવાની સોનેરી તક છે. વનડે સિરીઝમાં ચોથી મેચ જ્હોનિસબર્ગમાં શનિવાર 10 ફેબ્રુઆરીએ રમાશે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: India vs South Africa, Sports news

  આગામી સમાચાર