બીજી ટેસ્ટ : ભારતનો આફ્રિકા સામે ઇનિંગ્સ અને 137 રને વિજય, ઘરઆંગણે સતત 11 ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ

News18 Gujarati
Updated: October 13, 2019, 3:23 PM IST
બીજી ટેસ્ટ : ભારતનો આફ્રિકા સામે ઇનિંગ્સ અને 137 રને વિજય, ઘરઆંગણે સતત 11 ટેસ્ટ શ્રેણી જીતવાનો વર્લ્ડ રેકોર્ડ
ફૉલોઓન બાદ સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગમાં કરૂણ રકાસ, ભારતીય બોલરો છવાયા

ફૉલોઓન બાદ સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગમાં કરૂણ રકાસ, ભારતીય બોલરો છવાયા

  • Share this:
પુણે : ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa)ની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચ પુણે (Pune Test)ના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા (Team India)એ 5 વિકેટ પર 601 રન કરીને પોતાની પહેલી ઇનિંગ ડિક્લેર કરી દીધી. જવાબમાં ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ 275 રને જ સમેટી દીધી.

ભારતે ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ શ્રેણી જીતી છે. આ સાથે જ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના નામે બે વખત ઘરઆંગણે 10-10 ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ હતો. ઓસ્ટ્રેલિયાએ 1994 થી 2001 અને 2004થી 2008 દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.

પહેલી ઇનિંગના આધારે ભારતને ભારતે 326 રનની લીડ મળી છે. મેહમાન ટીમ ફૉલોઓન નહીં બચાવી શકી, જેના કારણે તેમને ફરીથી બેટિંગ કરવા ઉતરવું પડ્યું. ફૉલોઓન મળ્યા બાદ બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા 189 રને ઓલઆઉટ થઈ ગયું છે.

પુણે ટેસ્ટ સ્કોરકાર્ડ

ભારત (પહેલી ઇનિંગ) : 5 વિકેટે 601 રન ડિક્લેર
દક્ષિણ આફ્રિકા (પહેલી ઇનિંગ) : 275 રને ઓલઆઉટદક્ષિણ આફ્રિકા (બીજી ઇનિંગ) : 189 રને ઓલઆઉટ

ભારતે દક્ષિણ આફ્રિકાના ફૉલોઓન આપવાનો નિર્ણય લીધો. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ના આ નિર્ણયને ભારતીય બોલરોએ યોગ્ય પુરવાર કર્યો. ઓપનિંગ બેટ્સમેન એડેન માર્કરમ ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો અને 21 રનના કુલ સ્કોર પર થ્યૂનિસ ડિ બ્રૂઈન (8)ના રૂપમાં દક્ષિણ આફ્રિકાને બીજો આંચકો લાગ્યો. માર્કરમને ઈશાંત શર્મા અને ડિ બ્રૂઈઇને ઉમેશ યાદવે આઉટ કર્યો.
First published: October 13, 2019, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading