ભારત-સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ: શું મેચ શરૂ થયા પહેલા જ હારી ગયો હતો વિરાટ!

News18 Gujarati
Updated: January 17, 2018, 9:41 PM IST
ભારત-સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ: શું મેચ શરૂ થયા પહેલા જ હારી ગયો હતો વિરાટ!

  • Share this:
સેન્ચ્યુરિયનમાં ટોસની તે તસવીરને યાદ કરો. ફાફ ડ્યૂ પ્લેસી અને વિરાટ કોહલીના નિવેદનો પર ધ્યાન આપો. ટોસ જીત્યા બાદ ડ્યૂ પ્લેસીએ કહ્યું હતું કે, થોડી ફાસ્ટ પિચની આશા હતી, પરંતુ કોઈ જ ફરક પડતો નથી. સેન્ચ્યુરિયનની પિચ જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ ફાસ્ટ થતી જાય છે. તે માટે આફ્રિકાની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટનો ચહેરો લટકી પડ્યો હતો. વિરાટે કહ્યું કે, બે દિવસ પહેલા જે પિચ હતી, તેનાથી આ બિલકૂલ અલગ છે. આ નિવેદન પરથી વિરાટની નિરાશા સ્પષ્ટ નજરે પડતી હતી. વિરાટ કહેવા માંગતો હતો કે, પિચ તેનાથી અલગ છે, જેના માટે તેમને તૈયારી કરી... અને ત્યાર બાદ ટોસ પણ હારી ગયા!

હવે જરા ધ્યાન આપો. પહેલી ટેસ્ટ કેપટાઉનમાં થઈ હતી. ત્યાંની પિચ બધી જ રીતે બોલરોના ફેવરમાં હતી. ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે, આવી પિચ પર તો ભારતનું હારવું નિશ્ચિત છે. તે અલગ વાત છે કે, ભારતીય બોલરોએ કમાલ કરી નાંખી અને ટીમને મેચમાં બનાવી રાખી. બોલરો જીતાડવાની કોશિશમાં લાગ્યા હતા, જ્યારે બેટ્સમેનો તેમની મહેનત પર પાણી ફેરવી રહ્યાં હતા.

કેપટાઉનમાં બોલરોના કર્યા પર પાણી ફેરવીને ટીમ ઈન્ડિયા સેન્ચ્યુરિયનમાં આવી. સેન્ચ્યુરિયન પણ ફાસ્ટ પિચ માટે ફેમસ છે. સાઉથ આફ્રિકા તરફથી આવેલા બધા નિવેદન સંકેત આપી રહ્યાં હતા કે, પિચ ખુબ જ ફાસ્ટ હશે. બે દિવસ પહેલા સુધી ઘાસથી ભરેલી પિચ હતી. તે અલગ વાત છે કે, તેમાં લીલી ઘાસના બદલે સૂકી ઘાસ વધારે હતી. પરંતુ મેચના પહેલા દિવસે પિચ ભૂરી દેખાઈ રહી હતી. ઠિક એવી જ જેવી ભારતની પિચો નજરે પડે છે. પિચને જોઈને કેપ્ટન કોહલીને ખુશ થવું જોઈતું હતું. અંતે તમે આખું જીવન જેવી રીતની પિચ પર રમ્યા છો તેવી પિચ મળવી સારી વાત છે ને! પરંતુ થયું કંઈક ઉલટું.

એવું લાગ્યું કે, ટીમ ઈન્ડિયા પાસે કોઈ પ્લાન બી નથી. રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી અને બાકીના ખેલાડીઓએ માત્ર એક પરિસ્થિતિ માટેની તૈયારી કરી હતી. તેમને એવી કોઈ જ આશા નહતી કે, આવી પણ પિચ હોઈ શકે છે. સ્વભાવિક છે કે, મેચની સવારે જ વિરાટ સહિત ટીમે પિચ દેખી હશે. પરંતુ ત્યાર સુધીમાં ટીમ પસંદગીનો નિર્ણય કરી દેવામાં આવ્યો હતો અને બધા જ જાણે છે કે કેવી રીતની ટીમનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિરાટે બતાડ્યું કે, તેમને એક સારી રીતે સેટલ થયેલી ટીમ જોઈતી નથી. કોહલીની કેપ્ટનસીમાં ક્યારેય એક ટીમે બે ટેસ્ટ રમી નથી. જે ફેરફાર તેને સેન્ચ્યુરિયન માટે કર્યા, જેમાં પાછલી ટેસ્ટના હિરો ભુવનેશ્વર કુમારને બહાર કરી દીધો અને ઈશાંત શર્માને એન્ટ્રી આપી. આવી પરિસ્થિતિ પહેલા પણ ઉદભવી ચૂકી છે. જ્યારે કોઈએ એક ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય અને તેને બીજી મેચમાં તક આપવામાં ન આવે. એકવાર ફરી કોહલીએ રોહિત શર્માની અજિંક્ય રહાણેની જગ્યાએ પસંદગી કરી. ભારત જેવી પિચ હોવાથી અશ્વિન સાથે વધુ એક સ્પિનર વિશે પણ વિચારી શકાતું હતું, તે વિરાટે ના કર્યું.

ત્યાર બાદ જ્યારે કેપ્ટન કોઈને બચાવવા માટે નિર્ણય લેવા માંડે, તો સમજી શકાય છે કે, દાળમાં કંઈક કાળું છે. સેન્ચ્યુરિયનમાં ચોથા દિવસે સાંજે વિકેટ પડ્યા બાદ વિરાટે પાર્થિવ પટેલને બેટિંગ માટે ઉતાર્યો, એકમાત્ર રોહિત શર્માને બચાવવા માટે. સામાન્ય રીતે સાંજના સમયે જ્યારે કોઈ વિકેટ પડે છે, ત્યારે કોઈ મોટા બેટ્સમેનની જગ્યાએ નાઈટ વોચમેનને મોકલવામાં આવે છે. પરંતુ વિરાટે બેટિંગક્રમમાં રોહિતથી માત્ર એક નંબર નીચે આવનાર પાર્થિવ પટેલને મોકલી દીધો. આનાથી બે સંકેત મળે છે, પહેલો તે રોહિતને બચાવવા માંગે છે. બીજો, પાર્થિવ પટેલને કોઈ હાલતમાં બચાવવા માંગતો નથી. કોઈપણ કેપ્ટન માટે મેચ વચ્ચે આવી રીતના સંકેત આપવા સારા નથી.વિરાટની ઓળખ છેલ્લા શ્વાસ સુધી લડનાર ખેલાડી તરીકેની રહી છે. તેને પહેલી ઈનિંગની બેટિંગક્રમથી એવા સંકેત પણ આપ્યા હતા. બેટિંગ અને ફિલ્ડીંગ દરમિયાન સતત આક્રમક નજરે પડ્યો હતો. પરંતુ અહી પ્રશ્ન માત્ર તેમનો નથી. અહી ટીમનો છે, જેમાં વિરાટે નિરાશા સાથે શરૂઆત કરી, જે કોઈ હારેલા કેપ્ટનની નિશાની છે.
First published: January 17, 2018, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading