IND vs SA: ભારત ઘરઆંગણે પ્રથમ જીત મેળવવા સજ્જ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 15 મેચો રમાઈ છે. જેમાં ભારતે 8 મેચમાં જીત મેળવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 5 મેચમાં જીત મેળવી છે

News18 Gujarati
Updated: September 18, 2019, 3:48 PM IST
IND vs SA: ભારત ઘરઆંગણે પ્રથમ જીત મેળવવા સજ્જ
IND vs SA: ભારત ઘરઆંગણે પ્રથમ જીત મેળવવા સજ્જ
News18 Gujarati
Updated: September 18, 2019, 3:48 PM IST
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકા (South Africa)સામે મોહાલીમાં આજે બીજી ટી-20 મેચમાં ટકરાશે. આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે. પ્રથમ ટી-20માં વરસાદના કારણે રદ થઈ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી 15 મેચો રમાઈ છે. જેમાં ભારતે (Team India) 8 મેચમાં જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 5 મેચમાં જીત મેળવી છે. બે મેચ વરસાદના કારણે રદ જાહેર કરવામાં આવી હતી. આમ ઓવરઓલ ટી-20માં ભારતનો રેકોર્ડ સારો દક્ષિણ આફ્રિકા સારો છે. જોકે ભારતના ઘરઆંગણે ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે એકપણ મેચ જીતી શકી નથી.

વરસાદની સંભાવના 5 થી 10 ટકા
મોહાલીમાં બીજી ટી-20 મેચને લઈને રાહતના સમાચાર આવી રહ્યા છે. મોહાલીમાં હાલ વાતાવરણ ચોખ્ખું છે અને મેચના દિવસે એટલે કે 18ની સપ્ટેમ્બરે વરસાદની સંભાવના નહીવત્ છે. આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે. આ દરમિયાન તાપમાન 28 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનો અંદાજ છે. જોકે મેચ દરમિયાન રાત્રે 8.30 કલાક સુધી 5 ટકા અને આ પછી 10 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ મોહાલીમાં મેચ પુરી રમાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાની જર્સી પર જોવા મળશે ભારતીય કંપની, ચાઇનીઝ કંપનીની છુટ્ટી

ભારત પ્રથમ જીતની શોધમાં
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભારતમાં કુલ ચાર ટી-20 મેચ રમાઈ છે. જેમાં 2 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે અને 2 મેચ વરસાદના કારણે રદ થઈ છે. આમ ભારત દક્ષિણ આફ્રિકા સામે ભારતમાં એકપણ ટી-20 મેચ જીતી શક્યું નથી. મોહાલીમાં ભારતીય ટીમ (Indian Cricket Team)દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ જીતવા માટે પ્રયત્ન કરશે.
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...