INDIA vs SA : કોહલીની અડધી સદી, પ્રથમ ટી-20માં ભારતનો 7 વિકેટે વિજય

વિરાટ કોહલીના અણનમ 72, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

News18 Gujarati
Updated: September 18, 2019, 11:30 PM IST
INDIA vs SA : કોહલીની અડધી સદી, પ્રથમ ટી-20માં ભારતનો 7 વિકેટે વિજય
વિરાટ કોહલીના અણનમ 72, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી
News18 Gujarati
Updated: September 18, 2019, 11:30 PM IST
વિરાટ કોહલીની અડધી સદી (અણનમ 72) અને શિખર ધવનના 40 રનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 5 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ત્રીજી અને અંતિમ વન-ડે 22 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુમાં રમાશે.

રોહિત શર્મા 12 રન બનાવી એલબી આઉટ થયો હતો. ધવન અને કોહલીએ 61 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. ધવન 31 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 40 રન બનાવ્યા હતા. ધવન શમસીનો શિકાર બન્યો હતો. પંત ફરી ફ્લોપ રહેતા 4 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 52 બોલમાં 4 ફોર અને 3 સિક્સર સાથે 72 રન બનાવી જીત અપાવી હતી.

અગાઉ દક્ષિણ આફ્રિકાનો હેન્ડરિક્સ 6 રન બનાવી ચાહરનો શિકાર બન્યો હતો. ડી કોકે શાનદાર બેટિંગ કરતા 37 બોલમાં 8 ફોર સાથે 52 રન બનાવ્યા હતા. ડી કોક નવદીપ સૈનીનો શિકાર બન્યો હતો.  વાન ડેર ડુસોન 1 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. બાવુમાએ 49 રન બનાવ્યા હતા.

ભારત તરફથી દીપક ચાહરે 2 વિકેટ, જ્યારે જાડેજા, નવદીપ સૈની અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

બીજી ટી-20માં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં લોકેશ રાહુલ,ખલીલ અહમદ અને રાહુલ ચાહરનો સમાવેશ થયો નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમમાં ત્રણ ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું છે.

ભારતીય ટીમ - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ક્રુણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, નવદીપ સૈની.
Loading...

દક્ષિણ આફ્રિકા ટીમ - ક્વિન્ટોન ડી કોક (કેપ્ટન), રીજા હેન્ડ્રિક્સ, ટેમ્બા બાવુમા, વાન ડર ડુસો, ડેવિડ મિલર, ફેલુકવાયો, ડ્વેન પ્રીટોરિયન, કાગિસો રબાડા, એનરિચ નોર્જે, તબરેજ શમસી, બ્યોર્ન ફોટુઈન.
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...