ખતરનાક બની વોન્ડર્સની પિચ! વિરાટ-મુરલી ઈજાગ્રસ્ત, ઉભા થયા વિવાદ

News18 Gujarati
Updated: January 26, 2018, 11:45 PM IST
ખતરનાક બની વોન્ડર્સની પિચ! વિરાટ-મુરલી ઈજાગ્રસ્ત, ઉભા થયા વિવાદ

  • Share this:
વોન્ડર્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. આજે (26 જાન્યુઆરી) મેચનો ત્રીજો દિવસ છે પરંતુ પિચની ક્વોલિટી પર વિવાદ ઉભો થયો છે. એક્સપર્ટનું કહેવું છે કે, પિચની બનાવટ ખેલાડીઓ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. એક્સપર્ટનું કહેવું છે કે, આ પિચ પર રમવું ખતરનાક થઈ શકે છે. ક્રિકેટ નિષ્ણાતોએ પણ ICCનું પિચની તરફ ધ્યાન ખેંચ્યુ છે.

ખતરનાક બનેલી પિચના કારણે આજે ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ મુરલી વિજય અને વિરાટ કોહલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પણ એમ્પાયર ઈયાન ગુડ અને અલીમ ડારને પણ આ વિશે જણાવ્યું હતું.

ટીમથી બહાર ચાલી રહેલ ભારતીય બોલર્સ હરભજન સિંહે ટ્વિટ કરીને કહ્યું કે, આ પિચ 'મિસબીહેવ' કરી રહી છે, આઈસીસીને આ બાબતે ધ્યાન આપવું જોઈએ. આ મુદ્દો ત્યારે વધ્યો જ્યારે પૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગે કોમેન્ટ્રી કરતાં પિચને 100માંથી 2 નંબર આપ્યા હતા. ત્યાર બાદ ખેલાડીઓ અને એક્સપર્ટસે પણ પિચને લઈને ટ્વિટ કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડિન જોન્સે આને બકવાસ ગણાવી હતી.

મેચ દરમિયાન ત્યારે અજીબ સ્થિતિ પેદા થઈ જ્યારે એક બોલ સ્ટમ્પથી એક તૃતીયાંશ સુધી જ ઉછળતો હતો, જ્યારે ત્યાર બાદનો બીજો જ બોલ ખેલાડીને પણ કુદી જતો હતી. આ દરમિયાન મુરલી વિજયના પેટ પાસે તો કોહલીને હાથમાં ઈજા થઈ હતી.

First published: January 26, 2018, 11:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading