IND vs SA: પ્રથમ ટેસ્ટમાં વરસાદનો ખતરો, જાણો પાંચેય દિવસ કેવું રહેશે મોસમ

News18 Gujarati
Updated: October 1, 2019, 3:55 PM IST
IND vs SA: પ્રથમ ટેસ્ટમાં વરસાદનો ખતરો, જાણો પાંચેય દિવસ કેવું રહેશે મોસમ
પ્રથમ ટેસ્ટમાં વરસાદનો ખતરો, જાણો પાંચેય દિવસ કેવું રહેશે મોસમ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાશે

  • Share this:
ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે બુધવારે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ રમાશે. જોકે પ્રથમ ટેસ્ટમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. લગભગ એક સપ્તાહથી વિશાખાપટ્ટનમમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને આવનાર દિવસોમાં પણ વરસાદ રોકાય તેવી સંભાવના ઓછી છે. પ્રથમ મેચમાં 80 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. એક્યુવેધરના મતે પાંચેય દિવસ વરસાદની સંભાવના છે. જોકે મેચના પ્રથમ અને બીજા દિવસે થોડો તડકો રહેશે. જોકે આ પછી વાદળો છવાય તેવી સંભાવના છે.

મેચના બીજા અને ત્રીજા દિવસે 50 અને 40 ટકા વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે અંતિમ બે દિવસની રમત વરસાદથી પ્રભાવિત થઈ શકે છે. આ સ્થાનથી લગભગ 50 કિલોમીટર દૂર વિજયનગરમમાં દક્ષિણ આફ્રિકા અને બોર્ડ અધ્યક્ષ ઇલેવન વચ્ચે રમાયેલી ત્રણ દિવસીય વોર્મઅપ મેચ પણ પ્રથમ દિવસ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

આ પણ વાંચો - IND vs SA: પહેલી ટેસ્ટ માટે પંતની હકાલપટ્ટી, સાહાને સ્થાન, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનટેસ્ટની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમની નજર ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ શ્રેણી પર રહેશે. દક્ષિણ આફ્રિકા માટે ભારતીય ટીમને પડકાર આપવો આસાન રહેશે નહીં. હવે જોવું રસપ્રદ રહેશે કે બંને ટીમો આશા પ્રમાણે શ્રેણીની શરુઆત કરે છે કે પછી વરસાદ બંનેની આસા પર પાણી ફેરવી નાખે છે.

આ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીની પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી. બીજી ટી-20માં ટીમ ઇન્ડિયા (Team India) એ જીત મેળવી હતી. જ્યારે ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકા(South Africa)એ જીત મેળવી શ્રેણી ડ્રો કરાવી લીધી હતી.
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर