IND vs SA : વરસાદના કારણે પ્રથમ ટી-20 મેચ રદ

વરસાદના કારણે મેચમાં ટોસ પણ ના થઈ શક્યો, 18 સપ્ટેમ્બરે મોહાલીમાં બીજી ટી-20 મેચ

News18 Gujarati
Updated: September 15, 2019, 8:41 PM IST
IND vs SA : વરસાદના કારણે પ્રથમ ટી-20 મેચ રદ
IND vs SA : વરસાદના કારણે પ્રથમ ટી-20 મેચ રદ
News18 Gujarati
Updated: September 15, 2019, 8:41 PM IST
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ધર્મશાલામાં રમાનાર પ્રથમ ટી-20 મેચ ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. વરસાદના કારણે મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો.  ભારત અને દક્ષિણ આફ્રિકા હવે 18 સપ્ટેમ્બરે મોહાલીમાં બીજી ટી-20 મેચમાં રમશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ભારતમાં આ બીજી ટી-20 શ્રેણી છે. આ પહેલા 2015માં રમાયેલી ત્રણ મેચની શ્રેણી દક્ષિણ આફ્રિકાએ 2-0થી પોતાના નામે કરી હતી. એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. બન્ને દેશો વચ્ચે અત્યાર સુધી 15 મેચ રમાઈ છે. જેમાં ભારતને 8 મેચમાં જીત મળી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાને 5 મેચમાં જીત મળી છે. બે મેચ વરસાદના કારણે રદ જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાની જર્સી પર જોવા મળશે ભારતીય કંપની, ચાઇનીઝ કંપનીની છુટ્ટી


Loading...



ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે. બીજી મેચ મોહાલી અને ત્રીજી મેચ બેંગલોરમાં રમાશે.
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...